• રેસ્ટોરન્ટમાં આગ લાગ્યા બાદ આખી ઇમારતમાં પ્રસરી : 22 લોકો ઘાયલ, મૃત્યુઆંક વધવાની શકયતા

International News : બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સાત માળની એક ઈમારતમાં ભીષણ આગની ઘટના બની હતી. જેમાં અત્યાર સુધીમાં 43થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. જોકે ઘાયલોનો આંકડો 22 છે. ઘાયલોમાં અનેકની હાલત ગંભીર હોવાથી મૃતકાંક વધવાની શક્યતા છે.

bangladesh

બર્ન હોસ્પિટલમાં 40 ઘાયલ લોકોની સારવાર ચાલુ

પ્રાપ્ત વિગતો અનુસાર આગની ઘટના ગુરુવારે રાતે 9:50 વાગ્યે બની હતી. અહીં ફર્સ્ટ ફ્લોર પર આવેલી એક રેસ્ટોરાંમાં આગની શરૂઆત થઈ હતી. જે ધીમે ધીમે ઉપરના માળાઓ સુધી ફેલાઈ ગઇ હતી. એક અધિકારીએ કહ્યું કે આગ લાગવાને કારણે ઈમારતમાં 75થી વધુ લોકો ફસાઈ ગયા હતા જેમાં 42 બેભાન થઇ ગયા હતા. આ લોકોને ઈમારતથી હેમખેમ બહાર લવાયા હતા. આ આગનું કારણ રેસ્ટોરન્ટમાં ગેસનો બાટલો ફાટ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેના કારણે રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. બાદમાં આ આગ આખા શોપિંગ કોમ્પલેક્ષમાં ફેલાઈ હતી.

fire

લોકપ્રિય બિરયાની રેસ્ટોરન્ટમાં આગ લાગી

ફાયરબ્રિગેડની ટીમની 13 ગાડીઓએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે બાંગ્લાદેશના સ્વાસ્થ્યમંત્રી ડૉ. સામંત લાલ સેને કહ્યું કે ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 33 લોકો મૃત્યુ પામી ચૂક્યા હતા અને જોકે શેખ હસીના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી હોસ્પિટલમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઘાયલોની સારવાર ચાલી રહી છે જેમાંથી અનેકની હાલત ગંભીર હોવાની માહિતી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.