Abtak Media Google News
  • સમગ્ર વિશ્વમાં સામાન્ય રીતે મહિલાઓ અને છોકરીઓ જ દરેક ક્ષેત્રમાં ભેદભાવનો સામનો કરે છે : આ દિવસની ઉજવણી કરુણા , શાંતિને પ્રોત્સાહન આપવા સાથે તેના પરિવર્તન માટેની ચળવળ છે
  • ગરીબી, વંચિતતા, વેદના, લિંગ અને અન્ય ભેદભાવના સતત બંધનમાંથી મુક્ત કરવા, આજે વૈશ્વિક સ્તરે કટિબદ્ધ થવાની જરૂર : દુનિયામાંથી ભેદભાવની શક્તિને નષ્ટ કરવાની માનવ તરીકે આપણી પ્રથમ ફરજ
  • સ્વતંત્રતા એ વ્યક્તિગત રીતે સૌથી મૂલ્યવાન પાછું છે, પણ ભેદભાવની શક્તિ તેમાં વિશ્વાસ કરતી નથી : ’બટરફ્લાય’ એ શુન્ય ભેદભાવ દિવસનું વૈશ્વિક પ્રતીક છે

આપણાં દેશમાં કે વિશ્વમાં આજે પણ ભેદભાવની ઘટના બનતી જ રહી છે, ત્યારે આ વર્ષ 2024 માં ’દરેકના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે દરેકના અધિકારોનું રક્ષણ કરો’ ની વૈશ્વિક ઝુંબેશ શરૂ કરવાની આ વર્ષની થીમ માં વાત કરી છે. આજના દિવસે આવક, લિંગ, ઉંમર, આરોગ્યની સ્થિતિ, વ્યવસાય, અપંગતા, જાતીય અભિગમ, ડ્રગનો ઉપયોગ, જાતિ, વર્ગ, વંશિયતા, અને ધર્મની આસપાસની અસમાનતાઓને સમાપ્ત કરવા માટે પગલા ભરીને સૌએ, આ વૈશ્વિક સમસ્યાને નાબૂદ કરવા કટિબદ્ધ થવાની જરૂર છે. આ વૈશ્વિક ઉજવણી ની આજે દસમી વર્ષગાંઠ છે, આ ઉજવણી યુનાઇટેડ નેશન અને યુએનએએઇડ્સ નેજા હેઠળ 2014 થી સમગ્ર વિશ્વમાં ઉજવાય છે

Protect Everyone'S Rights To Protect Everyone'S Health : Today Is Zero Discrimination Day
Protect everyone’s rights to protect everyone’s health : Today is Zero Discrimination Day

એઇડ્સ જેવી સમસ્યામાં આજે પણ તેના દર્દીઓ સાથે ભેદભાવ રખાય છે, ‘શ્રીમંતો અને ગરીબોને મળતી તબીબી સારવારમાં અને પુત્રની સામે પુત્રી ઉછેર કે શિક્ષણ ભેદભાવ રખાય છે, આજના યુગમાં પણ જેન્ડર બાયસ જોવા મળે છે

‘ભેદભાવ’ આ શબ્દ આપણે વર્ષોથી સાંભળીએ છીએ દેશમાં શિક્ષણનો વ્યાપ ન હતો ત્યારે અને આજે પણ આ શબ્દ ચલણ છે. આપણાં જીવનમાં સવારથી સાંજ સુધીની બનતી દૈનિક ક્રિયાઓમાં ઘણીવાર એનો સામનો કરવો પડે છે. આજે શુન્ય ભેદભાવ દિવસ છે. વિશ્વમાં સ્ત્રી-પુરૂષો વચ્ચે કે ગરીબ-શ્રીમંતો સાથેના વ્યવહારો અને માનવ અધિકારોના હનન સાથે ઘણી બધી ભેદભાવની ઘટના બને છે. ઉચ્ચ કે નીચ જ્ઞાતિ વિષયક અને ગોરા-કાળાના રંગભેદનો ભેદભાવ આજે પણ જોવા મળે છે. આપણાં પરિવારમાં પણ મા-બાપો પણ પુત્ર કરતા પુત્રીના ઉછેર-શિક્ષણ કે તેની સવલતોમાં ભેદભાવ રાખે છે.

જેન્ડર બાયસની એક વિકટ સમસ્યા આજે જ્ઞાનની સદી ગણાતી 21 મી સદીમાં જોવા મળે છે.ઝીરો ડિસ્ક્રીમેનેશન ડે અર્થાત શુન્ય ભેદભાવ કે ભેદભાવની બનતી ઘટનાઓમાં ઝીરો લાવવાની વાત કરે છે. વિશ્વમાં સૌપ્રથમ  2014 માં આ દિવસ ઉજવવાનું નક્કી કર્યુંને, સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા દર 1 લી માર્ચે આ દિવસ ઉજવાઇ છે. એઇડ્સ નિયંત્રણનું કાર્ય કરતી ‘યુએન એઇડ્સ’ દ્વારા તેને લોન્ચ કરેલ કારણ કે વિશ્વભેરમાં એઇડ્સના ફૂલબ્લો દર્દી કે એચ.આઇ.વી. વાયરસના વાહકો પ્રત્યે ભેદભાવની ભયંકર ઘટનાઓ પ્રારંભથી અને આજે પણ બની રહી છે.

Protect Everyone'S Rights To Protect Everyone'S Health : Today Is Zero Discrimination Day
Protect everyone’s rights to protect everyone’s health : Today is Zero Discrimination Day

છેલ્લા 10 વર્ષથી ઉજવાતા આ દિવસમાં આ વર્ષે 2024 માં દર વર્ષે અપાતી ઉજવણી થીમમાં  દરેકના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે, દરેકને અધિકારોનું રક્ષણ કરો ની વાત કરી છે. યુએન એઇડ્સ એ ભેદભાવપૂર્ણ કાયદાઓને સમાપ્ત કરવાની વૈશ્ર્વિક તાકીદ કરી છે. લોકોની જીવન ગુણવત્તામાં સુધાર લાવવો હશે તો, તેના માનવ અધિકારોનું રક્ષણ કરવું જ પડશે. વિશ્ર્વના ઘણા દેશોના કાયદાઓ છે, જેમાં સ્ત્રી અને બાળકો સાથે ભેદભાવ થાય છે. લગ્નના સમાન અધિકારો અપાતા નથી. એલજીબીટી ક્યું સમુદાયને પણ ભયંકર ભેદભાવનો સામનો કરવો પડે છે.

Protect Everyone'S Rights To Protect Everyone'S Health : Today Is Zero Discrimination Day
Protect everyone’s rights to protect everyone’s health : Today is Zero Discrimination Day

વિજાતીય પાત્રોને અધિકારો અપાય તે ઘણા સમુદાયને અપાતા નથી, કે તેના પ્રત્યે ભેદભાવ રખાય છે, ઘણીવાર તો મૂળભૂત સ્વતંત્રતા પર ગંભીર અસરો કરે છે. આજે દુનિયામાં સૌથી વધુ એચ.આઇ.વી./એઇડ્સ સાથે જીવતાં લોકો ભેદભાવનો સામનો કરે છે. તેમની તબીબી સારવાર કે હોસ્પિટલમાં એડમીટ કે નોકરીના સ્થળે આવી ઘટના દરરોજ બનતી જ રહે છે. આજનો દિવસ બધા જ લોકો પ્રત્યે સમાન કાયદા અને અમલની વાત સાથે કરૂણા અને શાંતિને પ્રોત્સાહન આપે છે. શુન્ય ભેદભાવ દિવસનો ધ્યેય તમામ પ્રકારના ભેદભાવને નાબૂદ કરવા વૈશ્ર્વિક એકતા ચળવણને મહત્વ આપે છે. લોકોમાં આ પ્રકારની જનજાગૃતિ લાવીને આ સમસ્યાનો અંત લાવવાનો સંકલ્પ જ આજના દિવસની સાચી ઉજવણી હોય શકે છે.યુનાઇટેડ નેશન્સ દરેક વ્યક્તિની ઊંમર, લિંગ, ધર્મ, જાતિ, રંગ, દેશ, ઊંચાઇ, વજન અથવા વ્યવસાયને ધ્યાને લીધા વગર ગૌરવપૂર્ણ અને સન્માન જનક જીવવાના અધિકારને માન આપવા વિવિધ પ્રવૃતિ-પ્રોજેક્ટનું આયોજન કરે છે. સમલૈંગિકતાને અપરાધ ગણાવતા કાયદાને કારણે આપણા દેશ સિવાય વિશ્ર્વના ઘણા દેશોએ તેને તેમના અધિકારો આપ્યા છે.

Protect Everyone'S Rights To Protect Everyone'S Health : Today Is Zero Discrimination Day
Protect everyone’s rights to protect everyone’s health : Today is Zero Discrimination Day

ભેદભાવની ઘટના ના બને તે માટે નુકશાન કરતા કાયદાઓ દૂર કરીને માનવ અધિકારોનું રક્ષણ થાય તેવા સશક્તિકરણ સમા નવા કાયદા બનાવવા જરૂરી છે.આ પૃથ્વી પર બધાને જીવન જીવવાનો સરખો અધિકાર છે. તેમાં ઉંચ નિચ કે ગરીબ-શ્રીમંત તેવા ભેદભાવ ન જ હોવા જોઇએ. જાતિ કે લિંગ આધારિત ભેદભાવ ઘણી ઘટનાઓ બની રહી છે ત્યારે સમાજના દરેક વર્ગે આ બાબતે તેના અટકાયતના તમામ પગલાઓમાં સાથ આપવો જરૂરી છે. સ્ત્રીઓને પુરૂષ જેવા લગ્ન કે મતદાન અધિકારો વિશ્ર્વના ઘણા દેશોમાં મળતા નથી. ભેદભાવ વિરોધી કાયદાઓનો કડક અમલ અતી જરૂરી છે.સ્ત્રીઓ અને છોકરીઓ ભેદભાવની ઘટનાનો વધુ ભોગ બનતી જોવા મળે છે ત્યારે, તેની સામે શૂન્ય ભેદભાવ દિવસ જાગૃતિ લાવવાનો મહત્વનો દિવસ છે. આજે શિક્ષણમાં પણ આવી ઘટના બનતી જોવા મળે છે. શુન્ય ભેદભાવ દિવસ ઉજવણીનું પ્રતિક વૈશ્ર્વિક લેવલે ‘બટર ફ્લાય’ છે, જેનો ઉપયોગ લોકો દ્વારા ભેદભાવનો અંત લાવવા અને હકારાત્મક પરિવર્તન તરફ સૌની ભાગીદારીથી સક્રિય કામ કરવાની વાત કરે છે.

લોકો બોલે છે તે ભાષા, ચામડીનો રંગ અને ધર્મ પ્રત્યે કોઇ ભેદભાવ ન હોવો જોઇએ

વિશ્વમાં જીવવા માટે જેટલી વૃક્ષોની જરૂર છે તેટલી જ, માનવીને પણ ભેદભાવને બદલે પ્રેમની જરૂર છે. ભાષા, રંગ કે ધર્મ પ્રત્યે કોઇ ભેદભાવ ન હોવો જોઇએ. આજે સૌએ તમામ લોકોને ગરીબી, વંચિતતા, વેદના, લિંગ કે અન્ય ભેદભાવની સતત બંધનમાંથી મુક્ત કરવા માટે પ્રતિજ્ઞાબધ્ધ થવાની જરૂર છે.  આ બાબતે સૌએ લડવાની જરૂર છે. ભેદભાવથી પ્રભાવિત વ્યક્તિની સાથે ઉભા રહીને તેને સધિયારો આપીને કાયદાકીય રક્ષણ આપવું જરૂરી છે. કોઇ વ્યક્તિ નફરત સાથે જન્મતું નથી, તેમને જીવનભર નફરત કરવાનું શીખવવામાં આવે છે, આજે દરેક સમાજે પ્રેમ કરતા શીખવવાનું છે. આપણે તમામ પૂર્વ ગ્રહો છોડીને પૃથ્વી પર વસતા દરેક વ્યક્તિ સાથે પ્રેમ, આદર આપીને માન-સન્માન આપવું પડે. ભગવાન આગળ આપણે સૌ સરખા છીએ તો, આપણે મનુષ્યો શુ કામ એકબીજા વચ્ચે ભેદભાવ રાખીએ .છીએ

પૃથ્વી દરેકની છે : સ્વસ્થ ગ્રહ પર શાંતિ, ગૌરવ અને સમાનતા

સમગ્ર વિશ્વમાં ઘણી બધી અસમાનતા જોવા મળે છે. આ પૃથ્વી દરેકની છે, સ્વસ્થ ગ્રહ પર શાંતિ, ગૌરવ અને સમાનતા લાવવા દરેક પૃથ્વીવાસીઓનું સંપૂર્ણ યોગદાન મહત્વનું છે. બધા ધર્મ અને જાતિઓનું સહ અસ્તિત્વ અને સાર્વત્રિક પ્રેમના સિદ્ધાંત સાથે રહેવા માટે છે. દરેક પૃથ્વીવાસીઓ એકબીજા સાથે હળી મળીને રહે, અને આનંદી વાતાવરણ સાથે બધાના હક્કોનું રક્ષણ થાય એ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.