Abtak Media Google News
  • ટંકારા અને વાંકાનેરમાં સૌથી ઊંચું મતદાન: સાતેય વિધાનસભા વિસ્તારમાં એકંદરે સવારે 9થી 11 વચ્ચે વધુ મતદાન થયું

રાજકોટ લોકસભા બેઠક ઉપર બપોરે 3 વાગ્યા સુધીમાં 46.47 ટકા મતદાન નોંધાયું છે.  ટંકારા અને વાંકાનેરમાં સૌથી ઊંચું મતદાન રહ્યું છે.  સાતેય વિધાનસભા વિસ્તારમાં એકંદરે સવારે 9થી 11 વચ્ચે વધુ મતદાન થયું હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

Advertisement

રાજકોટ લોકસભા બેઠક માટે 2236 મતદાન મથકો ઉપર હાલ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. સવારે 7 વાગ્યાથી જ મતદારોએ મતદાન મથકો બહાર કતાર લગાવી હતી. તો બીજી તરફ બપોરના સમયે ભારે ગરમી વચ્ચે પણ મતદાન મથકો ઉપર મતદારોનું ટ્રાફિક રહ્યું હતું. રાજકોટ લોકસભા બેઠકમાં ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય અને જસદણ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.

રાજકોટ લોકસભા બેઠકના મતદાનનો ટ્રેન્ડ જોઈએ તો સવારે 9 વાગ્યા સુધીમાં 9.77% મતદાન નોંધાયુ હતું. 11 વાગ્યા સુધીમાં 24.56% મતદાન નોંધાયું હતું. 1 વાગ્યા સુધીમાં 37.42% મતદાન નોંધાયું હતું. જ્યારે 3 વાગ્યા સુધીમાં 46.47 મતદાન નોંધાયું હતું. આમ સવારે 9થી 11 વચ્ચે સૌથી ઓછું મતદાન નોંધાયું હતું.

વધુમાં ટંકારા અને વાંકાનેરમાં સૌથી ઉચુ મતદાન નોંધાયું છે. જયતે જસદણ અને રાજકોટ પૂર્વ અને રાજકોટ દક્ષિણમાં પ્રમાણમાં ઓછું મતદાન થઈ રહ્યું છે. આ વિસ્તારોમાં સવારે થોડું ઓછું મતદાન થઈ રહ્યું હતું પણ 9 વાગ્યા પછી મતદાનની ટકાવારી વધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.