Abtak Media Google News

ધ્રાંગધ્રા સમાચાર

સરકાર દ્વારા સ્પોર્ટ ક્ષેત્રેને ખૂબ મહત્વ આપવામાં આવતું હોય ત્યારે દેશમાં યુવાનો સ્પોર્ટ ક્ષેત્રે ખૂબ જ આગળ વધે તે હેતુસર ખેલ મહાકુંભ જેવા સરસ આયોજન કરવામાં આવી રહ્યું હોય છે ત્યારે ક્લબ ઇન્ડસ્ટ્રીયુઝ સ્પોટ ક્લબમાં પણ સ્પોટને મહત્વ આપવામાં આવે છે . ઇન્ટરનેશનલ વડાકો કરાટે ફાઇટ ચેમ્પિયનશિપ 2023નું આયોજન આંધ્ર પ્રદેશના વિશાાપટ્ટનમ ખાતે 23 નવેમ્બર થી યોજાઇ રહેલ છે જેમાં ધ્રાંગધ્રા કરાટે ક્લાસના બ્લેકબેલ્ટ ભાવેશ ગોરખા  દ્ધારા તૈયાર કરવામાં આવેલ 5 કરાટે ફાઇટરો ભાગ લેવા જાય રહ્યાં છે ત્યારે ધ્રાંગધ્રા શહેરનું ગૌરવ કહી શકાય.

ડિસ્ટ્રિક્ટ સ્ટેટ તેમજ નેશનલ એવોર્ડ ગોલ્ડ મેડલ એનાયત થયેલ 5 ફાઈટરો અને ઇન્ટરનેશનલમાં ભાગ લેશે ઇન્ટરનેશનલ ખાતે 8 દેશોનાં કરાટે ફાઇટરો ભાગ લેવા જાય રહ્યાં છે.19 મી ઇન્ટર નેશનલ કરાટે ચેમ્પિયનશીપ 2023માં 8 દેશોમાં ઇન્ડિયા નેપાળ. શ્રીલંકા. યુકે. બાંગ્લાદેશ. ઇંગ્લેન્ડ. ઉજનેકિસ્તાન મલેશિયા બધાય દેશો સાથે મળીને કરાટે વડાકો ફાઇટનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ધ્રાંગધ્રા ના 5 કરાટે ચેમ્પિયન ઘુમ મચાવે.

ભાવેશ ગોરખા કરાટે બ્લેકબેલ્ટનાં કરાટે ફાઇટરોમાં જશરાજસિંહ.ઝાલા ધમાંયુંસિંહ. વાઘેલા.યશ ગઢીયા. જયદીપસિંહ ઝાલા. કુશળ કમાણી રમશે .ભાવેશ ગોરખા કરાટે બ્લેક બેલ્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે પાંચે ફાઈટર અને ખૂબ મહેનતથી તૈયાર કરવામાં આવ્યા છે જ્યારે આ ફાઈટર દ્વારા તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ રાજ્યકક્ષાએ તેમજ નેશનલ કક્ષાએ ભાગ લઈને સારું પ્રદર્શન કરીને ઇન્ટરનેશનલમાં સિલેક્ટ થયા છે એ માટે કરાટે ફાઈટર હોય એ ખૂબ જ મહેનત કરી છે આથી ઇન્ટરનેશનલ ખાતે પણ ધાંગધ્રા ના પાંચ કરાટે ફાયદો દ્વારા સારું પ્રદર્શન કરી ધાંગધ્રા અને ઇન્ડિયાનું નામ ખૂબ જ રોશન કરે તેવી શુભેછાઓ .

જયદેવસિંહ ઝાલા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.