Abtak Media Google News

સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં વૈશાખમાં ચોમાસાની જમાવટ થઈ છે. એટલે માવઠાના છેદ ઉડી જાણે ચોમાસું જ શરૂ થઈ ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે આજરોજ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે આકાશીત આફત તૂટી પડી હતી. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામે વીજળી પડતા એક યુવક અને 50થી વધુ બકરાના મોત નીપજ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામની છે જ્યાં વરસાદી વાતાવરણ વચ્ચે વીજળી પડતા એક યુવક અને 50થી વધુ બકરાના મોત થયા છે. આ ઘટનાના પગલે માલધારીઓમાં શોકની લાગણી છવાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના નાવીયાણી ગામમાં કમોસમી વરસાદ વચ્ચે વીજળી પડતા 29 વર્ષના પ્રવીણભાઈ કાળુભાઇ ઠાકોર નામના યુવાનનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. ત્યારે આજે ફરી એક વખત આકાશી આફત રૂપી વીજળી પડતા એક યુવક તેમજ 50 બકરાએ જીવ ગુમાવ્યો છે ત્યારે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.