Abtak Media Google News

હવામાન વિભાગે સોમવારે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, ચંડીગઢ, પશ્વિમી ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીરના કેટલાંક વિસ્તારોમાં તોફાન-વરસાદની સાથે વરસાદ થઈ શકે છે. આ પહેલાં રવિવારે હવામાન વિભાગે દેશના ઉત્તરથી લઈને દક્ષિણી અને પૂર્વથી લઈને પશ્ચિમી વિસ્તારોમાં તબાહી મચાવી. 24 કલાક દરમિયાન આંધી, તોફાન અને વરસાદના કારણે થયેલી દૂર્ઘટનામાં છ રાજ્યોમાં 50થી વધુ લોકો માર્યા ગયા જ્યારે 65થી વધુ લોકો ઘાયલ થયા. સૌથી વધુ 18 મોત ઉત્તરપ્રદેશમાં થઈ. તો પશ્ચિમ બંગાળમાં 12, આંધ્રમાં 9, તેલંગાનામાં 3, ગુજરાતમાં 4 લોકોના મોત નિપજ્યાં છે. દિલ્હીમાં 109 કિલોમીટરની સ્પીડે પવન ફુંકાયો હતો જેનાથી દિલ્હીમાં અલગ અલગ જગ્યાએ 2 લોકોના મોત નિપજ્યાં હતા જ્યારે કે 18 લોકો ઘાયલ થયા હતા.

Advertisement

 જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં તેજ હવાની સાથે આંધી અને વાદળા ગરજવાની ચેતવણી અપાઈ છે. આ ઉપરાંત 50-70 કિલોમીટરની કલાકે પવન ફુંકાય શકે છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તેલંગાના, રાયલસીમા, દક્ષિણ કર્ણાટકના આંતરિક વિસ્તારો, તામિલનાડુ અને પુડ્ડુચેરીમાં તેજ હવાની સાથે આંધીની ચેતવણી અપાઈ છે. ઓરિસ્સાના દૂરદૂરના વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. તો રાજસ્થાના અનેક વિસ્તારોમાં ધૂળનું તોફાન આવી શકે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.