Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરેન્દ્રનગર જિલ્લાનાં વાડલા ગામે સુજલામ સુફલામ જળ અભિયાનમાં શ્રમદાન કર્યું

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ સુરેન્દ્રનગર જિલ્લાના વાડલા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવ ઉંડુ ઉતારવાના મહાકાર્યમાં શ્રમદાન કર્યું હતું. અહીં તેમણે તળાવમાંથી કાંપ કાઢી તેને ઉંડુ ઉતારવાના કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો.

Bdf2336E Dc75 4F38 9Caf 7131Ba0090A9અહીં તેમણે મહેનતશીલોમાં ઠંડી છાશ અને સુખડીનું વિતરણ પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ સગૌરવ જણાવ્યું કે ગુજરાત સરકારનું જળ અભિયાન લોકોનું પોતીકું અભિયાન બની ગયું છે.  મુખ્યમંત્રીએ વધુ ઉમેર્યું કે, જળ અભિયાન માટે અત્યાર સુધી રૂ. ૧૦૦ કરોડથી વધુ રકમનો આર્થિક સહયોગ નાગરિકો તરફથી પ્રાપ્ત થયો છે.

જળ અભિયાન જન અભિયાન બની ગયું હોવાની વાતની પ્રતીતિ આ બાબતથી થાય છે. ગામેગામે ૫૦ ટકા સરકાર અને ૫૦ ટકા લોકભાગીદારીથી જળ સંચયના કામો કરવામાં આવી રહ્યા છે. નાગરિકોને આ વધુ ઉત્સાહ સાથે જોડાવા મુખ્યમંત્રીએ આહ્વાન પણ કર્યું હતું.

ગુજરાતમાં પાણીની ભૂતકાળની સ્થિતિનો ચિતાર આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે એક સમયે ઝાલાવડની ધરતી સૂકી, પાણી વગરની હતી. અહીં પીવાના પાણી માટે મહિલાઓને દરદર ભટકવું પડતું હતું. શહેરમાં અઠવાડિયે પાણી મળતું હતું. પણ, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના તે સમયના પ્રયાસોને કારણે મા નર્મદાનું આ ધરતી પર આગમન થયું અને હવે ઝાલાવાડ પ્રાંત હરિયાળો બની રહ્યો છે. જો પૂરતું પાણી આપવામાં આવે તો ઝાલાવડના ખેડૂતો દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત ધરાવે છે, એ દૃઢ વિશ્વાસ રૂપાણીએ દર્શાવ્યો હતો.

ગુજરાતમાં માત્ર ૮ જ બારમાસી નદી છે. તેમાં પણ પાણીનો આધાર ઉપરવાસ પર વરસાદ ઉપર છે. એટલે, આપણા જળશયોની સંગ્રહશક્તિ વધારવોનો વિકલ્પ શ્રેષ્ઠ છે. ઘરનું પાણી ઘરમાં, ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં રહે એવી વ્યવસ્થા રાજ્ય સરકારે વિકસાવી છે. જળ અભિયાનના કારણે ૧૧ હજાર લાખ ઘન મિટર માટી નીકળશે, જેના કારણે એટલા જ પ્રમાણમાં પાણીનો સંગ્રહ થશે. ભૂગર્ભના તળ ઉંચા આવશે. તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.