Abtak Media Google News

કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરાશે 508 સ્ટેશનોનો શિલાન્યાસ

સ્ટેશનની બિલ્ડીંગની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ વારસા અને સ્થાપત્યથી પ્રેરિત હશે

Screenshot 3 8

ભારતીય રેલવે આધુનિકીકરણ ની દિશામાં અને ભારત સરકારના ન્યુ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. સમગ્ર દેશમાં રેલવે સ્ટેશનોને વિશ્વકક્ષાની સંસ્થાઓ તરીકે વિકસાવવાનું કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે.આ ક્રમમાં મધ્યના ત્રણ સ્ટેશનો પર કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.તેમાં ગુજરાતમાં ગાંધીનગર કેપિટલ સ્ટેશન, મધ્ય પ્રદેશમાં રાણી કમલાપતિ સ્ટેશન અને બેંગલુરુ, કર્ણાટકમાં સર એમ વિશ્વેસ્વરૈયા  ટર્મિનલ સ્ટેશનનો સમાવેશ થાય છે.

સુવિધામાં થશે વધારો

– સ્ટેશનોને ‘સિટી સેન્ટર્સ’ તરીકે           વિકસાવવા
– શહેરની બંને બાજુના વિસ્તારોને
  એકીકૃત કરવા
– સ્ટેશન બિલ્ડીંગનોપુન:વિકાસ
– સારી રીતે ડિઝાઇન કરેલી આધુનિક       પેસેન્જરસુવિધાઓની જોગવાઈ
– સારી રીતે ડિઝાઇન કરેલ ટ્રાફિક પરિભ્રમણ અને આંતર-મોડલ એકીકરણ
– મુસાફરોને માર્ગદર્શન આપવા માટે સમાન અને સારી રીતે ડિઝાઈન કરેલ ચિહ્ન
– માસ્ટર પ્લાનમાં યોગ્ય પ્રોપર્ટીડેવલપમેન્ટની જોગવાઈ-લેન્ડસ્કેપિંગ, સ્થાનિક કલા અને સંસ્કૃતિ

આ સ્ટેશનો આધુનિક ભારતનું ભવ્ય ચિત્ર રજૂ કરે છે. આ સ્ટેશનો પર મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે.મુસાફરોની સરળ અવરજવર માટે લિફ્ટ અને એસ્કેલેટર સિવાય કોન્સર્સ, વેઇટિંગ રૂમ અને રિટેલ ક્ષેત્ર  આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવામાં આવ્યા છે.આ સાથે મુસાફરોના આવવા-જવા અને વાહનોના પાર્કિંગ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, દેશભર ના 1309 રેલવે સ્ટેશનો ને અત્યાધુનિક સુવિધાઓ ની  સાથે પુન:વિકાસ કરવામાં આવી રહ્યા છે. તેમાંથી 120 સ્ટેશન પશ્ચિમ રેલવેના અધિકારક્ષેત્રમાં આવે છે.

શહેર ની બંને તરફ ના ક્ષેત્રો ને યોગ્ય એકીકરણ ની સાથે આ સ્ટેશનો ને સિટી સેન્ટર ના રૂપે વિક્સિત કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે. ભારતીય વિવિધતાની ભવ્યતાને પ્રતિબિંબિત કરતા, પુન:વિકાસિત સ્ટેશનો નવી અત્યાધુનિક યાત્રી  સુખ સુવિધાઓ ની સાથે સાથે હાલની સુવિધાઓના અપગ્રેડેશન અને રિપ્લેસમેન્ટથી સજ્જ હશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ  અનિચ્છનીય માળખાંને દૂર કરી, બહેતર લાઇટિંગ, બહેતર પરિભ્રમણ વિસ્તારો, બહેતર પાર્કિંગની જગ્યાઓ, વિકલાંગોને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ ઇમારતો કરીને રેલ્વે સ્ટેશનો સુધી સરળ ઍક્સેસ પ્રદાન કરવાનો સમાવેશ થાય છે.

Screenshot 2 8

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે 11:00 કલાકે રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા “અમૃત ભારત સ્ટેશન યોજના” હેઠળ ભારતીય રેલવેના 500 થી વધુ રેલવે  સ્ટેશનો ના પુન:વિકાસ માટે શિલાન્યાસ કરશે, આ 508 રેલવે સ્ટેશનો 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે, જેમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન દરેક રાજ્ય માં 55 સ્ટેશનો, બિહાર ના 49, મહારાષ્ટ્ર ના 44, પશ્ચિમ બંગાળ ના 37, મધ્ય પ્રદેશ ના 34, આસામ 32, ઓડિશા 25, પંજાબમાં 22 સ્ટેશન છે, ગુજરાત અને તેલંગાણા છે. દરેકમાં 21 સ્ટેશનો, ઝારખંડમાં 20 માં, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ પ્રત્યેક રાજ્યમાં 18 સ્ટેશન છે, હરિયાણામાં 15 સ્ટેશન છે, કર્ણાટકમાં 13 સ્ટેશન અને બાકીના સ્ટેશનો અન્ય રાજ્યોમાં છે. આ સ્ટેશનોને 24,470 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે રિડેવલપ કરવામાં આવશે. 508 રેલવે સ્ટેશનોમાંથી 23 સ્ટેશન પશ્ચિમ રેલવેના અધિકારક્ષેત્ર હેઠળ છે.Screenshot 5 7

દેશના 508 સ્ટેશનોને ’સિટી સેન્ટર્સ’ તરીકે વિકસાવવા, શહેરની બંને બાજુના વિસ્તારોને એકીકૃત કરવા, સ્ટેશન બિલ્ડીંગનો પુન:વિકાસ કરવો, સારી રીતે ડિઝાઇન કરેલી આધુનિક પેસેન્જર સુવિધાઓ આપવી, સારી રીતે ડિઝાઇન કરેલ ટ્રાફિક સર્ક્યુલેશન અને ઇન્ટર-મોડલ એકીકરણ, મુસાફરો ને માર્ગદર્શન આપવા માટે સમાન અને સારી રીતે ડિઝાઈન કરેલ સાઈનેજ માસ્ટર પ્લાનમાં યોગ્ય પ્રોપર્ટી ડેવલપમેન્ટ કરવું તેમજ લેન્ડસ્કેપિંગ, સ્થાનિક કલા અને સંસ્કૃતિ તમામ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. ઉલ્લેખનીય છે કે મહત્વાકાંક્ષી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અપગ્રેડેશન અને ક્ધવર્ઝન માટે પશ્ચિમ રેલવેના 120 સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી 87 સ્ટેશન ગુજરાતમાં, 16 સ્ટેશન મહારાષ્ટ્ર, 15 સ્ટેશન મધ્યપ્રદેશ અને 2 સ્ટેશન રાજસ્થાન રાજ્યમાં છે.

પશ્ચિમ રેલવે અંતર્ગત 23 સ્ટેશનનું થશે નવીનીકરણ

  • અમદાવાદ મંડળ: વિરમગામ, અસારવા, પાલનપુર, કલોલ જં., ન્યુ ભુજ, ભચાઉ, પાટણ, હિંમતનગર અને ધ્રાંગધ્રા
  • મુંબઈ સેન્ટ્રલ મંડળ : સજાણ
  • વડોદરા મંડળ: ભરૂચ, મિયાગામ કરજણ, વિશ્વામિત્રી, ડભોઈ, ડેરોલ અને પ્રતાપનગર
  • ભાવનગર મંડળ: સાવરકુંડલા, બોટાદ જં. અને કેશોદ
  • રાજકોટ મંડળ: સુરેન્દ્રનગર અને ભક્તિનગર
  • રતલામ મંડળ: દેવાસ અને ચંદેરિયા

“અમૃત ભારત સ્ટેશન” યોજનાના લાભ

  • સ્ટેશનોના સર્વગ્રાહી વિકાસ અભિગમ ની કલ્પના
  • રેલવે સ્ટેશનો ને આસપાસના શહેરો સાથે સુમેળભર્યા રીતે સાંકળી લેવાના પ્રયાસો
  • સમગ્ર મુસાફરોના અનુભવને વધારવો
  • મલ્ટિ-મોડલ એકીકરણની સુવિધા પ્રદાન કરવી
  • તેનો ઉદેશ્ય મુસાફરો માટે કનેક્ટિવિટી અને મુસાફરીની સરળતામાં સુધારો કરવાનો છે.
  • વિકલાંગ વ્યક્તિઓ અને વરિષ્ઠ નાગરિકો માટે અનુકૂળ સુવિધાઓ, દરેક માટે સર્વસમાવેશકતા અને સુલભતાની ખાતરી
  • સ્ટેશન બિલ્ડિંગમાં પર્યાવરણ અનુકૂળ વિશેષતાઓ હશે.

બન્ને સ્ટેશનનું ફેઇઝ-1 નું કાર્ય ડિસેમ્બર સુધીમાં થશે પૂર્ણ: ડી.આર.એમ. અશ્વિની કુમાર

Screenshot 4 8

રાજકોટમાંડીઆરએમ કચેરી ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં રાજકોટ ડિવિજન ના ડિવિજનલરેલવે મેનેજર શ્રી અશ્વની કુમારે જણાવ્યું હતું કે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભક્તિનગર રેલવ ેસ્ટેશનને આશરે રૂ.26.81કરોડના ખર્ચે અને સુરેન્દ્રનગરસ્ટેશનને રૂ. લગભગ રૂ. 35.13 કરોડ રૂ ની લાગત થી રીડેવલપ કરવામાં આવશે જેથી મુસાફરોને વધુ સારી યાત્રી સુવિધા મળી રહે. સ્ટેશન બિલ્ડિંગનો બાહ્ય દેખાવ વધુ આકર્ષક બનાવવામાં આવશે. એન્ટ્રી ગેટ સુધારવામાં આવશે જેમાં પોર્ટિકો કવર શેડ લગાવવામાં આવશે. સ્ટેશનના વેઇટિંગ રૂમમાં સુધારો કરવામાં આવશે.

સિગ્નેજ અને લાઇટિંગમાં વધુ સુધારો કરવામાં આવશે. સ્ટેશન પર મોડ્યુલર શૌચાલય બનાવવામાં આવશે અને પ્લેટફોર્મ પર વધારાના નવા કવર શેડ સ્થાપિત કરવામાં આવશે. સ્ટેશન પર ટ્રેનનાઈંડિકેટર બોર્ડ લગાવવામાં આવશે અને ટ્રેન સંબંધિત માહિતી કોન્કોર્સ હોલ, પ્લેટફોર્મ અને વેઇટિંગ રૂમમાં પ્રદર્શિત કરવામાં આવશે. અહીં 12 મીટર પહોળો ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે જેના થી મુસાફરોને સર્ક્યુલેટિંગ એરિયા માં થી પ્લેટફોર્મ નંબર 1 અને 2 સુધી આવા જાવા માટે ઉપયોગી થશે.

આ સાથે ફૂટ ઓવર બ્રિજ પર નવી પેસેન્જરલિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સર્ક્યુલેટિંગ એરિયા માં સેલ્ફીપોઈન્ટ બનાવવામાં આવશે. સર્ક્યુલેટિંગ એરિયા માં પાર્કિંગની વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ગ્રીન પેચ સાથે ગાર્ડન વિકસાવવામાં આવશે. સ્ટેશન તરફ જતા રસ્તાઓને પણ નવા અને સારા બનાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.