Abtak Media Google News

જોષીપરા રેલવે ઓવરબ્રિજ અને બસ સ્ટેન્ડ નજીક અંડરબ્રિજના કામોને મંજુરી અપાય

જુનાગઢની ટ્રાફિક સમસ્યા હલ કરવા જોષીપરા રેલવે ઓવરબ્રિજ અને બસ સ્ટેન્ડ નજીક અંડર બ્રિજ માટે રાજ્યના મુખ્યમંત્રી એ રૂપિયા 56.40 કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલે ગઈકાલે 9 નગરપાલિકા અને 1 મહાનગરપાલિકા ને રેલવે એવરબ્રિજ અને અંડરબિઝ નિર્માણ માટે કુલ રૂપિયા 443.45 કરોડ મંજુર કર્યા છે. જેમાં જુનાગઢનો રેલવે સ્ટેશન નજીકનો અવર બ્રિજ તથા બસ સ્ટેન્ડ નજીકનો અંડરબ્રિજનો સમાવેશ થાય છે. આ માટે કુલ રૂ. 56.40 કરોડના કામોને મંજૂરી અપાય હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ થાય અને નાગરિકોનો સમય અને ઇંધણની બચત થાય તે માટે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જૂનાગઢના બસ સ્ટેન્ડ પાસે રેલવે અંડરબિઝ બનાવવા રૂ. 18.85 કરોડ તથા જૂનાગઢના રેલવે સ્ટેશન નજીક ઓવર બ્રિજ બનાવવા માટે રૂ. 37.55 કરોડ મળી કુલ રૂ. 56.40 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

જુનાગઢના ભાજપના પ્રદેશ કક્ષાના અગ્રણી પ્રદીપ ખીમાણીએ જુનાગઢ માટે ઓવરબ્રિજ અને અંડર બ્રિજ માટે મુખ્યમંત્રીએ રૂ. 56.40 કરોડ મંજૂર કરતા મુખ્યમંત્રી સહિત સરકારનો આભાર માન્યો છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, જુનાગઢ શહેરના રસ્તા પહોળા કરવા શક્ય નથી અને ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ઓવર બ્રિજ અને અંડર બ્રિજ સિવાય કોઈ વિકલ્પ પણ નથી. અને આવા અનેક બ્રિજ દેશભરમાં બન્યા છે, બની રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં પાણી ભરાશે તેમ કહી વિરોધ કરાઈ રહ્યો છે. પરંતુ કોઈક વખત ટેકનિકલ પ્રોબ્લેમ થયો હોય તો ભવિષ્યમાં પણ એવું જ બનશે તેવું માની લેવું જોઈએ નહીં. કારણકે હવે નવી ટેકનોલોજી આવી ગઈ છે અને આવી ક્ષતિ ભવિષ્યમાં ન રહે તે માટે અંડર બ્રિજ બનવા સમયે ખાસ કાળજી રાખવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.