Abtak Media Google News

રૂ.7.82 લાખના રાશનનું  અનાજ બારોબાર વેચી નાખ્યા અંગ મામલતદારે નોંધાવી ફરિયાદ: 54,730 કિલો ઘઉં અને 15,600 કિલો ચોખા ગરીબને આપવાના બદલે ગેરરીતી આચર્યાનું ખુલ્યું

જૂનાગઢ જિલ્લાના બાટવા અને માણાવદર ખાતેની સસ્તા અનાજની દુકાનદારો દ્વારા ગેરરીતી આચરી ઘંઉ-ચોખાનો જથ્થો ગરીબોને ન આપી બારોબાર વેચી નાખ્યાના કૌભાંડ અંગે અંતે મામલતદાર દ્વાર દસ શખ્સો સામે અલગ અલગ ત્રણ ફરિયાદ નોંધાવી છે.

માણાવદરના કૃષ્ણપરા મેઇન રોડ પર માંડા દેવા કોડીયાતર, અનિલ તુલશી ગૌસ્વામી અને જલા મોરી જી.જે.14ઝેડ. 8535 અને જી.જે.4વી. 4327 નંબરના ટ્રકમાંથી રૂા.3,27,000ની કિંમતના 12,980 કિલો ઘંઉ અને 7,850 કિંલો ચોખા રેશનકાર્ડ ધારકને ન આપી બોરાબાર સગેવગે કરતા પુરવઠા વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યા બાદ ત્રણેય સામે મામલતદાર કે.જે.મારૂએ આવશ્યક ચીજવસ્તુ દારા હેઠળ ફરિયાદ નોંધાવી છે.

આ ઉપરાંત બાટવાના જયેશસિંહ લખધિરસિંહ પરમાર અને દિપક ઉર્ફે દિપુ ઇશ્વર હેમનાલાણી નામના શખ્સોને રૂા.2,87,000ની કિંમતના 2400 કિલો ચોખા અને 11,750 કિલો ઘઉં સાથે ઝડપી બંને શખ્સો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે.

જ્યારે બાટવાના સાગર પરબત તરખડા, પરબત તરખડા, તુલશી ખુશાલ ગૌસ્વામી, અનિલ તુલશી ગૌસ્વામી અને માંડા દેવા કોડીયાતર નામના શખ્સો સામે રૂા.1.77 લાખની કિંમતના 3000 કિલો ઘંઉ અને 5,350 કિલો ચોખા સાથે ઝડપી તમામ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છેં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.