Abtak Media Google News

મૃતકોના પરિવારને પાંચ લાખની સહાય આપતા સીએમ કેસીઆર

તેલંગણાના જગતિયાલ જિલ્લામાં કોંડાગટ્ટુ ઘાટ ખાતે ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની પ્રવાસી બસ ખીણમાં ખાબકતા ૨૯ મહિલાઓ, ૭ બાળકો સહિત ૫૭ લોકોના મોત થયા હતા. તેલંગણા બસ અકસ્માત દેશનું સૌથી કરૂણ એકસીડન્ટ હોવાનું કહેવાય છે.

જિલ્લા કલેકટરે કહ્યું હતું કે, મંગળવારે સવારે ૧૧:૪૫ કલાકની આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હતી. હૈદરાબાદથી ૧૯૦ કિમીની દુરી પર આવેલ કોડાગટ્ટુ પર્વતમાળા નજીકના સ્વામી મંદિરના દર્શન કરી આ બસ પરત આવી રહી હતી.

બસમાં ૬૦ થી વધુ શ્રદ્ધાળુઓ હતા. પરત આવતી વખતે સ્પીડ બ્રેકર પર બસના ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી. જેને કારણે ૨૪ શ્રદ્ધાળુઓના મોત ઘટનાસ્થળે જ થયા હતા તો કુલ મૃત્યાંક ૫૭ લોકોનો રહ્યો હતો અને ૩૨ લોકોને ઈજા પહોંચી હતી. ચશ્મદીદ સ્થાનિકોનું કહેવું છે કે બસમાં ક્ષમતાથી વધુ મુસાફરો ભરવામાં આવ્યા હતા. પ્રારંભિક અહેવાલો મુજબ તીવ્ર વળાંકને કારણે ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ જમણી તરફ ફંગોળાઈને ખીણમાં ખાબકી હતી.

ઘણા લોકોનું કહેવું છે કે બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. જોકે સ્થાનિકોની મદદથી કેટલાક લોકોનો તત્કાલ બચાવ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગણા અકસ્માત અંગે ટિવટ કરી શોક વ્યકત કર્યો હતો તો રાજનાથસિંહ, રાહુલ ગાંધી, કેટીઆર અને અનેક નેતાઓએ ટિવટ કરી સાંત્વના દર્શાવી હતી. કાર્યકર સીએમે મૃતકોના પરીવારને રૂ.પાંચ લાખની સહાય આપવાનો આદેશ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.