Abtak Media Google News

જમ્મુ-કશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રીકોની બસ પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 7 શ્રધ્ધાળુઓના મોત થયા છે. આ હુમાલમાં કુલ 6 ગુજરાતી યાત્રીકોના મોત થયાની આશંકા છે.  આ હુમલો રાત્રે 8.20 વાગ્યે થયો હતો. આ હુમલામાં 7 યાત્રીકો ઘાયલ થયા છે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે અમરનાથ યાત્રીકોની બસ બાલ્ટાલથી મીર બજાર તરફ જઈ રહી હતી તે દરમિયાન આતંકીઓએ બસ પર ફાયરિંગ કર્યું હતું. આતંકીઓએ કરેલા ફાયરિંગના જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું. પણ આતંકીઓ ભાગવામાં સફળ થયા છે. હુમલામાં ત્રણ પોલીસ જવાનો પણ ઘાયલ થયા છે.

છેલ્લા બે દિવસથી આતંકી હુમલાની દહેશનતને પગલે જ યાત્રા બંધ કરવામાં આવી હતી.

આ  હુમલા બાદ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી ચે. જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ કરી દવામાં આવ્યો છે. જે બસ પર હુમલો કરવામાં આવ્યો હતો તે બસ રજિર્સ્ટડ કરવામાં આવી નહોતી. ગુજરાતની હીમતનગર પાસિંગવાડી બસ GJ09-9976 પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો.. ગુજરાતના હસીબેન અને પ્રદીપભાઇ પટેલ ફાયરિંગ માં ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.