Abtak Media Google News

શા માટે હિમાલય રેન્જમાં આભ ફાટવાની ઘટના તારાજી સર્જી રહી છે ?!!

 અમરનાથ ગુફા નજીક વાદળ ફાટતા 16 લોકોના મોત, 40 લાપતા: સતત રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ એનડીઆરએફ અને આઈટીબીપીની ટીમો

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા નજીક વાદળ ફાટતા મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર જાણવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વાદળ ફાટતાં 16 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બાદ એનડીઆરએફ અને એસડીઆરએફ તેમજ આઇટીબીપીની ટીમ રાહત અને બચાવ કામમાં લાગી ગઈ છે. મળતી માહિતી મુજબ, અમરનાથ ગુફા નજીક લગભગ સાંજે સાડા પાંચ વાગ્યે વાદળ ફાટ્યું. જો કે, સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ વિસ્તારોમાં દર બીજા વર્ષે આ પ્રકારની ઘટના બનવા પાછળનું કારણ શું ? શા માટે આ વિસ્તારોમાં સતત આભ ફાટવાની ઘટનાઓ બની રહી છે. જેના મુખ્ય કારણોમાં ઇકો સિસ્ટમ ડિસ્ટર્બ થવું મુખ્ય પરિબળ છે. આ વિસ્તારમાં દર બીજા વર્ષે મોટી તારાજી સર્જાતી હપય છે કારણ કે, અહીં આબોહવા પરિવર્તનની ઘટના સામાન્ય બની ગઈ છે. સિસ્ટમ ડિસ્ટર્બ થવાથી વાદળ ફાટવાની ઘટનાઓ વધી રહી છે અને તેના લીધે તારાજી સર્જાઈ રહી છે.

એવુ જાણવા મળી રહ્યુ છે કે જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ પાસે વાદળ ફાટ્યું છે. એનડીઆરએફ અને એસડી આરએફની ટીમો રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ ગઈ છે. આ દુર્ઘટનામાં 16 લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. રિપોર્ટ મુજબ, જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા નજીક વાદળ ફાટ્યાંની હોવાની ઘટના બની છે.જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા નજીક વાદળ ફાટતા મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર જાણવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વાદળ ફાટતાં 16 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બાદ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામમાં લાગી ગઈ છે. મળતી માહિતી મુજબ, અમરનાથ ગુફા નજીક લગભગ સાંજે સાડા 5 વાગ્યે વાદળ ફાટ્યું. જેથી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં જોડાઈ ગઈ. પહેલગામ જોઈન્ટ પોલીસ કંટ્રોલ રૂમે જણાવ્યું કે લોકોને ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે. પહાડોમાંથી પાણીનો પ્રવાહ એક સાથે વહેવા લાગ્યો હતો, જેને પગલે શ્રદ્ધાળુઓ માટે લગાવવામાં આવેલા કેટલાંક ટેંટ અને 3 લંગર તેમા વહી ગયા હતા. વરસાદને લીધે આ વિસ્તારમાં પૂરના પાણી ભરાઈ ગયા હતા અને લોકો તેની ઝપટમાં આવી ગયા હતા.

આઈટીબીપી અનુસાર, અમરનાથ શ્રાઈન પાસે કેટલાંક લંગરને પણ નુકસાન પહોંચ્યું છે. ઈજાગ્રસ્ત લોકોને લાવવા માટે હેલિકોપ્ટર મોકલાયું છે. વાદળ ફાટતા પહાડ ઉપરથી ભારે માત્રામાં પાણી અને કાટમાળ નીચે આવવા લાગ્યો હતો. અત્યારે વરસાદ રોકાઈ ગયો છે. અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાની ઘટના સર્જાઈ છે. આ ઘટના શુક્રવારે 5:30 વાગ્યાની છે. જે સમયે વાદળ ફાટ્યું તે સમયે ગુફા નજીક ઘણાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હતા. વાદળ ફાટવાની ઘટના પવિત્ર ગુફાના બે કિલોમીટરના વિસ્તારમાં સર્જાઈ છે. આ ઘટના બાદ સેના, આઇટીબીપી, સીઆરપીએફ, બીએસએફ, એનડીઆરએફ અને એસડીઆરએફ ઉપરાંત જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમે બચાવ કાર્ય હાથ ધર્યું છે. એનડીઆરએફના ડીએફ અતુલ કરવાલે જણાવ્યું કે લોકોને સુરક્ષિત રીતે કેમ્પ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. ઈજાગ્રસ્તોને એરલિફ્ટ કરી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.