Abtak Media Google News

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યવ્યાપી કરુણા અભિયાન નો પ્રારંભ કરાવતા કહ્યું કે પ્રત્યેક જીવ માત્ર પ્રત્યે સંવેદના અને જીવ રક્ષા ની રાજ્ય સરકાર ની પ્રતિબદ્ધતા રૂપે આ અભિયાન શરૂ થયું છે.. તેમણે જણાવ્યુંકે ઉતરાયણ ના તહેવારો દરમ્યાન પતંગ ના દોરા થી પક્ષીઓ ઘાયલ ન થાય તેમજ ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે આ અભિયાન અનવયે રાજ્ય માં વન કર્મીઓ અને બિન સરકારી સેવા સંસ્થા ના મળીને ૭હજાર  વ્યકિતઓ પક્ષીઓ અને અબોલ પશુ જીવો ની ઇજા માં સારવાર માટે કાર્યરત કરાયા છે.પશુપાલન વિભાગ ના અને વન વિભાગ ના ૭૮૧ દવાખાના ૪૬૯ પશુ ચિકિત્સકો આ કરુણા અભિયાન માં સેવા આપશે. મુખ્યમંત્રી એ સ્પષ્ટ પણે કહ્યું કે ચાઈનીઝ દોરી નો ઉપયોગ ઉતરાયણ દરમ્યાન ન થાય તે માટે તંત્ર પૂર્ણ પણે સજાગ છે અને આવા દોરા ના વેચાણ સામે કાર્યવાહી પણ થઇ રહી છે.અંદાજે ૬ લાખ થી વધુ ના આવા દોરા પકડવામાં આવ્યા છે.. વિજય ભાઈ રૂપાણી એ જણાવ્યું કે રાજ્યમાં ઘાયલ પક્ષીઓને બચાવવા ૬૬૧ ટિમો તેમજ કપાયેલા પતંગ ના દોરા ઉતારવા ૫૭૬ ટિમો રાખવા માં આવી છે.

તેમણે ઘાયલ પશુ ની તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવા માં આવી છે એ માટે ૧૯૬૨ હેલ્પ લાઈન કાર્યરત છે તેના પર સંપર્ક કરવાથી  તાત્કાલિક સારવાર મળી રહેશે..તેમણે ઉમેર્યું કે ઉતરાયણ નો આ તહેવાર કોઇ પક્ષી પશુ નો જીવ લેનારો ઘાતક ન બને તે માટે તંત્ર સરકાર અને સૌ નાગરિકો જીવ દયા ભાવ થી સહયોગી બને .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.