Abtak Media Google News

તા.5 સુધીમાં જ પગાર કરી દેવાની સૂચના હોવા છતાં પણ એજન્સીની લાલીયાવાડી

કલેકટર તંત્રના જિલ્લાના કોન્ટ્રકટ બેઇઝ 70 જેટલા ઓપરેટરો છેલ્લા 2 મહિનાથી પગારથી વંચિત હોવાનું સામે આવ્યું છે. જો કે આ અગાઉ પણ અનેક વખત પગાર ચુકવવામાં ડાંડાઈ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

રાજકોટ કલેકટર તંત્ર હેઠળ આવતી કચેરીઓમાં જિલ્લામાં 70 જેટલા કોન્ટ્રાકટ બેઇઝ કોમ્યુટર ઓપરેટર ફરજ બજાવે છે. આ કર્મચારીઓને ગત જૂન અને જુલાઈ માસનો પગાર મળ્યો નથી. જો કે આ મામલે એજન્સી યશ એન્ટરપ્રાઇઝ તરફથી ઉપરથી જ બિલ પાસ ન થયું હોવાનું બચાવ કરવામાં આવ્યો છે.

સરકારમાં નિયમ પ્રમાણે જે તે મહિનાનો પગાર તેના પછીના મહિનાની તા.1થી 5 સુધીમાં કરી દેવાનો હોય છે. છતાં એજન્સી દ્વારા આ નિયમનું પાલન ન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. કોન્ટ્રાકટ બેઇઝ ઓપરેટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને બે- બે મહિનાનું વેતન મળ્યું ન હોય તેઓ આર્થીક સંકડામણમાં મુકાઈ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.