Abtak Media Google News

યુડીએઆઈના અધિકારીઓ દ્વારા મોટાપ્રમાણમાં ડીએકટીવેટ કાર્ડ રીજનલ આફીસમાં નોંધાયા

આઈડેન્ટીફીકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ૮૧ લાખ જેટલા આધાર નંબર આજની તારીખમાં પણ ડીએકટીવેટ થયા હોવાનું નોંધવામાં આવ્યું છે. આ અંગે રાજયના ચુંટણી કમિશનના આવકવેરા અને ઈલેકટ્રોનિકસ વિભાગના અધિકારી પી.પી.ચૌધરીએ જણાવ્યું હતું. ચુંટણી કમિશનના પી.પી.ચૌધરીના જણાવ્યા મુજબ આજની તારીખે પણ ૮૧ લાખ આધાર નંબરો ડિએકટીવેટ છે. જે કારણથી આ વર્ષે આધારની નોંધણી કરવામાં આવી હતી. તે મુજબ હજુ પણ માહિતી પ્રાપ્ત કરવામાં સફળતા મળી નથી. ચૌધરીએ રાજયસભામાં આ અંગે ગઈકાલે પ્રકાશ પાડયો હતો.

Advertisement

આ આધારકાર્ડ ડીએકટીવેટ થવાના કેટલાક કારણો અંગે આધારની સેકશન ૨૭ અને ૨૮માં આધાર નોંધણી અને અપડેટ કરવાની કામગીરી ૨૦૧૬માં અમલમાં લાવવામાં આવી હતી. જેને પસાર કરવા આધારકાર્ડને ૨૦૧૬માં કાયદેસર બનાવવામાં આવ્યા હતા. ત્યારે આટલા મોટા પ્રમાણમાં ડીએકટીવેશન સામે આવતા શંકા જન્માવે છે. આધાર લાઈફ સાઈકલ મેનેજમેન્ટ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. એવું ચૌધરીએ જણાવ્યું હતું.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ દ્વારા રીજનલ ઓફિસમાં કામગીરી દરમ્યાન આધારકાર્ડ નંબરો ડીએકટીવેટ નોંધ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.