Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લામાં સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત જળસંચયના ૮૨૬ કામો હાથ ધરવામાં આવશે. જેમાં તળાવો ઉંડા કરવા, ચેકડેમ ડીસીલ્ટીંગ, જળાશય ચેકડેમ ઉંડા કરવા, નવા તળાવો કરવા, માટી પાળા, પીવાના પાણીની લાઈનોના એરવાલ્વની મરામત, નહેરોની મરામત, નહેરની સાફ સફાઈ જેવા કામો હાથ ધરાશે. સમગ્ર રાજયમાં ૧લીમેથી શરૂ‚ થઈ રહેલા સુજલામ-સુફલામ જળ અભિયાનના આયોજનને આખરી ઓપ આપવા આજે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માહિતી આપતા કલેકટર કે.રાજેશે ઉપરોકત માહિતી આપી હતી.

પાણી બચાવો, પાણી આપણને બચાવશેના અભિગમને ધ્યાને રાખી હાથ ધરાયેલા રાજય સરકારના આ અભિયાનના ૮૨૯ જેટલી મશીનરી ગોઠવવામાં આવશે અને તેની પાછળ કુલ ‚રૂપિયા ૩૪૬.૫૬ લાખનો ખર્ચ થવાનો અંદાજ છે. આ જળસંચયના કામો પૈકી લોકભાગીદારીથી ૬૪૫ તળાવો ઉંડા કરાશે. ૮૦ ચેકડેમ તથા જળાશય ૧૦૧ કામો હાથ ધરવામાં આવનાર છે. જયારે તાલુકાવાર સૌથી વધુ કામો ચોટીલા તાલુકામાં કુલ ૨૦૬ કામો કરવામાં આવશે. વઢવાણ તાલુકામાં ૧૦૦, ચુડા તાલુકામાં ૩૬, ધ્રાંગધ્રા તાલુકામાં ૭૬, દસાડા તાલુકામાં ૩૪, સાયલા તાલુકામાં ૧૬૨ અને મુળી તાલુકામાં ૧૬૨ જળસંચયના કામો થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.