Abtak Media Google News

ફૂલ જેવી બાળકીએ નાની ઉંમરે જીવન ટૂંકાવતા ચકચાર : પરિવાર મારકુટ કરતો હોવાની ચર્ચા, તપાસનો ધમધમાટ

 

અબતક, રાજકોટ

ગુજરાતમાં બાળકો અને યુવાનોના આપઘાતની ઘટનામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. આપઘાતની વધતી ઘટનાઓ માતા-પિતા માટે લાલબતી સમાન છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં 9 વર્ષની બાળકી અગમ્ય કારણોસર ઘરમાં જ ફાંસો ખાઈને આપઘાત કર્યો છે.

આવી ઘટાનોએને રોકવા માટે માતા-પિતાએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જેમાં માતા-પિતાએ બાળકો પર ખાસ ધ્યાન આપવું જોઈએ અને બાળકોને મુંઝવતા પ્રશ્નો હલ કરવા જોઈએ. સાથે ટેક્નોલોજીના દૂરઉપયોગથી બાળકોને દૂર  રાખવા જોઈએ. તો માનસિકતા પર અસર કરે તેવા કામોથી બાળકોને દૂર રાખવા જોઈએ. રોજિંદા કાર્યોમાં બાળકોને પડતી મુશ્કેલીનું માતા-પિતાએ નિરાકરણ લાવવું જોઈએ. ભણતર માટે બાળકો પર વધુ પડતું દબાણ ના કરવું જોઈએ. સાથે અવળા રસ્તે બાળક જાય તો માતા-પિતાએ વાતચીત કરી તેને સમજાવવું જોઈએ. સાથે આવી ઘટનાઓને રોકવા માટે માતા-પિતાએ વધુમાં વધુ સમય બાળકો સાથે વિતાવવો જોઈએ..

હિમતનગરમાં નવ વર્ષની બાળકી ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરવાની ઘટના બની છે. શહેરના પાંચ બત્તી વિસ્તારમાં હરસોલિયાના ડેલામાં ભાડાના ઘરમાં રહેતા એક પરિવારની બાળકીએ ગળે ફાંસો ખાતા મોત નિપજ્યુ છે. મોડી સાંજના ઘરમાં બાળકીએ ઘરની જાળી સાથે રૂમાલ વડે ગળે ફાંસો ખાધો હતો. જોકે, નાનકડી બાળકીએ કયા કારણોસર આવુ કર્યું તે કારણ હજી સામે આવ્યુ નથી. સમગ્ર ગુજરાત માટે આ બનાવ અત્યંત ચોકાવનારો છે. બી-ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે. જોકે, પોલીસે આત્મહત્યા કે હત્યાને લઈને તપાસ હાથ ધરી છે.  બાળકીની આત્મહત્યાની ઘટનાને પગલે બી ડિવિઝન પોલીસે એફ.એસ.એલ. સાથે પહોંચીને તપાસ હાથ ધરી છે. બાળકીના મૃતદેહનું હિંમતનગર સિવિલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયુ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ કે, આ પરિવાર તેની બાળકીને દરરોજ મારતો હતો. પરિવારમાં પતિ પત્નીના રોજ ઝઘડા થતા હતા. પરિવારમાં એક નવ વર્ષની બાળકી અને બે બાળક છે. જેમાં એક દિવ્યાંગ બાળક છે. બી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ કારણ સાચું બહાર આવશે. ઉલ્લેખનીય છે કે માત્ર 9 વર્ષની બાળકીને આપઘાતનો વિચાર પણ કઈ રીતે આવી શકે આ પ્રશ્ર્નથી પોલીસ વિભાગ પણ સ્તબધ થઈ ગયો છે. હાલ પોલીસે આ મામલામાં ઉંડાણપૂર્વકની તપાસ હાથધરી છે. આ બાળકીના નિવાસસ્થાન નજીકના લોકોની સઘન પુછપરછ પણ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.