Abtak Media Google News

નરેન્દ્ર મોદી રવિવારે બેંગલુરૂમાં એક જનસભાને સંબોધિત કરશે. આ રેલી સમગ્ર કર્ણાટકમાં 90 દિવસીય પરિવર્તન યાત્રાના સમાપન પર આયોજિત કરવામાં આવી છે. કર્ણાટકમાં આગામી સમયમાં ચૂંટણી છે. કર્ણાટકમાં હાલ કોંગ્રેસની સરકાર છે. જ્યાં કોંગ્રેસની પાસે પોતાના ગઢને બચાવવાનો પડકાર છે, તો ભાજપ ફરી એક વખત કર્ણાટકમાં સરકાર બનાવવા માગે છે.

Advertisement

– મોદીની રેલીને લઈને પૂર્વ સીએમ બી.એસ.યેદિયુરપ્પાએ ટ્વીટ કર્યું હતું કે, “કર્ણાટકની જનતા તરફથી મને બેંગલુરુમાં પીએમના સ્વાગતની તક મળી રહી છે.”
– મોદીએ 1લી નવેમ્બરથી શરૂ થયેલી આ 3 મહિનાની યાત્રા પૂર્ણ થવાના અવસરે 28મી જાન્યુઆરીએ રેલીને સંબોધિત કરવાના હતા પરંતુ તેમના વ્યસ્ત હોવાના કારણે રેલી 4 ફેબ્રુઆરી સુધી ટાળવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.