Abtak Media Google News

ટોચની આઇટી કંપનીઓ કાગળની ડીગ્રી નહી આવડત માંગી રહી છે

૬૦ ટકા મેળવનારા પણ એન્જિનિયરીંગ કરે છે: શું લોકો બેરોજગારી માટે ભણી રહ્યા છે ? ભણતરનો ખરૂ તેમાં ગણતર કેટલું?

શું આર્ટીફિશીયલ ઇન્ટલીજન્સના તજજ્ઞો ગણતર વાળુ ભણતર નથી કરતાં ? કહી શકાય કારણ કે, ૯૪ ટકા આઇટી તજજ્ઞો વાસ્તવિકતમાં ‘ઢ’ સાબિત થયા છે. ટેક મહીન્દ્રાને વિશેષ ધોરણ આપનાર સી.પી. ગુર્નાની જણાવે છે કે ટીસીએસ અને ઇન્ફોટેક જેવી કંપનીઓ હાલ આઇટી નિષ્ણાંતોની સ્પર્ધામાં છે. જયારે ટેક ઉઘોગની વાત કરવામાં આવે ત્યારે માસ્ટર્સ કરેલા પણ પાણીમાં બેસી જાય છે. લાગે છે કે શિક્ષણ માત્ર કાગળ  અને ડીગ્રી સર્ટીફીકેટ પુરતુ જ સીમીત બની રહ્યું છે. આવનાર આઇટી પેઢીનું રોડમેપ દર્શાવતા ગુર્નાની જણાવે છે કે બ્લોકચેઇન, સાયબર સેકયુરીટી અને મશીન લર્ગીગ આઇટી કંપનીઓ માટે પડકારજનક છે. અને જયારે મોટી આઇટી કંપનીઓમાં આઇટી ગ્રેડ ધરાવતા તજજ્ઞોઓમાં આઇટી ગ્રેડ ધરાવતા તજજ્ઞોની ભરતી કરવામાં આવે છે. ત્યારે ૯૪ ટકા નિષ્ણાંતો પ્રેકટીકલમાં ‘ઢ’સાબિત થાય છે.

વિશ્ર્વની બીજી સૌથી મોટી વસ્તી ધરાવતા ભારતની કમનસીબી કહેવાય છે કે ડીગ્રીઓ આવડતથી નહીં પણ પૈસાને બોલ વહેચાય છે. અને જો આવનારી પેઢી પણ આ જ દિશામાં જશે તો આફતને નોતરવા જેવું છે. દેશભરની બેરોજગારીનું કારણ પણ ફકત ડીગ્રીને કારણે જ પ્રચળ રુપ ધારણ કરી રહ્યું છે. ઘણીવખત માતા-પિતાનું સ્વપ્ન પુરુ કરવા બાળકો પોતાની ઇચ્છાને એક બાજુ રાખી ફકત ડીગ્રી મેળવતા હોય છે. અને જયારે પ્રેકટીકલની વાત આવે ત્યારે જોયતા પરિણામ તેઓ આપી શકતા નથી. દાખલો આપતા ગુર્નાની જણાવે છે કે, દિલ્હીમાં ૬૦ ટકા મેળવતા વિઘાર્થીઓ બી.એ. ઇગ્લીશને બદલે એન્જીનયરીંગ લેવાનું પસંદ કરે છે. તો શું લોકો બેરોજગાર થવા માટે શિક્ષણ મેળવે છે ? ભારતીય આઇટી ઉઘોગને આવડતની જરુર છે. સાયબર સિકયોરીટી અંગે ૨૦૨૨ સુધીમાં આઇટી ક્ષેત્રે ૬ મિલીયન તજજ્ઞોની જરુરત પડશે ?

પણ જો તેની સાથે જ આવડતની કમી હશે તો એના કરતા તો એકસપાર્ટ રોબોટ બનાવવા જ યોગ્ય વિકલ્પ રહેશે. જો ટેક મહિન્દ્રાની વાત કરવામાં આવે તો મે ટેક આર્ક અને બનીંગ માટે પાંચ સેન્ટરો શરુ કર્યા છે. ત્યારે અન્ય કંપનીઓ પણ સ્કીલ ધરાવતા કર્મચારીઓ માટે સમાનપણે સુવિધા આપે છે. માકેટ માટે સ્કીલ ડેવલોપમેન્ટ તૈયાર છે. પણ ઉમેદવારોની તૈયારી કેટલી ?

ટોચની ૧૦ આઇટી કંપનીઓ ૬ ટકા ગ્રેજયુએટ એન્જીનીયરોની પરતી કરે છે ત્યારે બાકીના ૯૪ ટકાનું શું ? કારણ કે કંપનીઓને પ્રોડકટીવીટીની જરુર છે. ડીગ્રીના થોથાની નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.