રાજુલામાં છેલ્લા ૭૫ વર્ષો ઉપરાંતથી મેઘરાજાની વિનવવા માટે શહેરના પૌરાણિક મંદીરો કુંભનાથ, સુખનાથમાં દર વર્ષે પરંપરાગત પર્જન્ય યજ્ઞનું આયોજન સમસ્ત શહેરીજનો તરફથી કરવામાં આવે છે. તે મુજબ શ્રી કુંભનાથ મહાદેવના સાનિઘ્યમાં સવારથી સાંજ સુધી વૈદિક મંત્રોચ્ચાર સાથે હોમાત્મક લધુરુદ્ર એવમ પર્જન્ય યજ્ઞ મેઘરાજાના મનામણા માટે તેમજ લોકોની સુખાકારી માટે કરવામાં આવશે.

આ દિવસે સમસ્ત વેપારીઓ સ્વૈચ્છાઉ પોત પોતાના ધંધા બંધ રાખી યજ્ઞ નારાયણના દર્શનાર્થે જાય છે અને ભારે ધર્મમય વાતાવરણ ઉભુ થાય છે. લોકોની ભીડ ઉમટી પડે અને મીનીમેળા જેવો માહોલ ઉભો થાય છે.

રાજુલા શહેરના વિદ્વાન ભૂદેવો બળવંતભાઇ ઉપાઘ્યાય, નાથાભાઇ વ્યાસ, નિલકંઠભાઇ સંજયભાઇ પંડયા, ચેનભાઇ ભટ્ટ, મનોજભાઇ કિરણદાદ, કેતનભાઇ દવે, કીરીટભાઇ ઉ૫ાઘ્યાય વૈદિક મંત્રોચ્ચાર સાથે મેઘરાજા ને પ્રસન્ન કરશે.

સુરેશભાઇ તારપરા અને અન્ય વેપારી આ કાર્યક્રમની સફળતા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.