અમેરિકા, કેનેડા, સ્કોટલેન્ડ તથા મિડલ ઇસ્ટના દેશોમાં સરેરાશ તાપમાનનો પારો ૧૦૫ ડીગ્રીએ આંબી જતા હવામાન શાસ્ત્રીઓ અચરજમાં

કલાઇમેન્ટ ચેઇન્જની અસર વિશ્ર્વ ઉપર વધુ ભયાનક થતી જાઇ છે. તાજેતરમાં જ આયરલેન્ડ, પોટલેન્ડ, કેનેડા તથા મિડલ ઇસ્ટના દેશોએ અત્યાર સુધીની સૌથી ભયંકર ગરમીનો સામનો કર્યો છે. ગત અઠવાડીયું અત્યાર સુધીનું સૌથી ગરમ દિવસોમાં સામેલ હોવાનું સંશોધકોનું કહેવું છે.

ગરમીના કારણે વિશ્ર્વમાં ઠંડા પ્રદેશોમાં બરફ ઓગળવા લાગ્યા છે. નોર્થ અમેરિકાને સૌથી વધુ ગરમીની અસર થઇ છે. કેનેડાને પણ ગરમીનો સામનો કરવો પડયો છે. ઉલેખનીય છે કે, વિશ્ર્વનું સરેરાશ તાપમાન ગત ગુરુવારે ૧૦૫ ડીગ્રી સે. પહોચી ગયુ છે. ૧૪૭ વર્ષના ઇતિયાસમાં એક જ વખત એવું બન્યું હતું. કે, તાપમાન ૯૭.૯ ડીગ્રીને આંબી ગયુ હતું આ તાપમાન રાત્રીના સમયે વધ્યું હતું. તાપમાનમાં એકાએક થયેલા વધારાથી હવામાન શાસ્ત્રીઓ પણ મુંઝાયા છે. જયોર્જીયા, અરમાનીયા, રશિયા, યુકે સહિતના સ્થળો પણ તાપમાનમાં થયેલા વધારાથી બાકાત નથી. પાકિસ્તાન, ઇરાન, ચીન જેવા એશિયન દેશોમાં પણ તાપમાન નોંધપાત્ર સ્તરે પહોચી ગયું હતું.

અહીં ઉલેખનીય છે કે, છેલ્લા વીસ વર્ષમાં કલાઇમેન્ટ ચેઇન્જના કારણે વિશ્ર્વના તમામ દેશોના હવામાનમાં થોડા ઘણા અંશે અસર થઇ છે. ઘણા દેશોની ‚તુઓના સમય પણ બદલાય ગયા છે. કમૌસમી વરસાદ કે ઉનાળામાં કરા પડવા જેવી ઘટના સામાન્ય બનતી જાય છે. કલાઇમેન્ટ ચેઇન્જની ખરાબ અસરના કારણે પાકના ઉત્પાદન ઉપર ગંભીર અસરો જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.