Abtak Media Google News

દેવભૂમી દ્વારકા ઓખા ગામમાં ખારવા સમાજની મોટી વસ્તી વસવાટ કરે છે.જેમાં લગભગ ૩૦૦ ઘરોમાં બે હજાર જેટલી વસ્તી રહે છે. ઓખા ખાતે સમાજની વાડી સાગરભૂવન પણ આવેલ છે. જેમાં દરેક નાના મોટા ત્યોહારો સાથે સમાજના ધાર્મિક પ્રસંગો પણ ઉજવાય છે.

Advertisement

દર વર્ષની માફક આજ રોજ સાગર ભુવન ખાતે સમસ્ત ખારવાસમાજનું સ્નેહમિલન ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સમાજની પરંપરા મુજબ વાર્ષિક અહેવાલ રજૂ કરવામા આવ્યો હતો. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ એલ.કે.જી.થી. ધો.૧૨માં અવલ નંબર રહેલા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. અને આ મીટીંગમાં સમાજના મોટા ત્યોવહારો અષાઢીબીજ અને નવા નારદની તૈયારી માટે સમાજે તૈયાર રહેવા અનુરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.