Abtak Media Google News

ઉપભોક્તાઓ વિવાદાસ્પદ કન્ટેન્ટ મામલે સરળતાથી રિપોર્ટ કરી શકે તેવા જવાબદારીપૂર્ણ પગલા લેવા સરકારે જણાવ્યું

જવાબદારી નિભાવો નહીં તો ઉચાળા ભરો તેવી અડકતરી ચીમકી કેન્દ્ર સરકાર દ્વારા સોશ્યલ મીડિયા જાયન્ટસને આપવામાં આવી છે. સરકારે ફેસબૂક, વોટ્સએપ સહિતના ઈન્ટરનેટ જાયન્ટસને રાષ્ટ્રીય સુરક્ષા અને લોકોની પ્રાયવસીને ધ્યાનમાં રાખી શાનમાં સમજી જવા કહ્યું છે. સરકારે ટેલીકોમ કંપનીઓના માધ્યમી આવી વેબસાઈટોને બંધ કરવાની તૈયારી પણ કરી છે.

ઘણા સમયી સોશ્યલ મીડિયામાં અફવાઓના કારણે અનેક લોકોના જીવ ગયા છે. આ ઉપરાંત સોશ્યલ મીડિયાની પ્રાયવસી પોલીસી લોકોની ગોપનીય વિગતો ઉપર ખતરો હોવાનું પણ માનવામાં આવે છે. તાજેતરમાં જ સોશ્યલ મીડિયા જાયન્ટસ ફેસબુકના ડેટા લીક થયા હોવાની વાત પ્રકાશમાં આવ્યા બાદ દિગ્ગજ ઈન્ટરનેટ કંપનીઓ સામે કડક પગલા લેવાની તૈયારી સરકારે કરી છે. વિવાદાસ્પદ ક્ધટેન્ટને બ્લોક કરવાની સુવિધા ઉભી કરવા તાકીદ કરી છે.

આ મામલે આરટી સેક્રેટરી અજય સહાનીએ કહ્યું હતું કે, સોશ્યલ મીડિયા પ્લેટફોર્મે પોતે જ એવા પગલા લેવા પડશે જેનાથી ઉપભોગતાઓમાં વિશ્વાસ ઉભો થઈ શકે. જો કંપનીઓ આઈટી એકટ તોડશે તો તેમની સામે પગલા લેવાનો અડકતરો ઈશારો પણ તેમણે કર્યો હતો.

તાજેતરમાં સરકારે ટેલીકોમ કંપનીઓ અને ઈન્ડસ્ટ્રી એસોશીએસશન સમક્ષ ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ટેલીગ્રામ જેવી એપ્લીકેશન ઉપર જરૂર પડે ત્યારે કેવી રીતે પ્રતિબંધ લગાવી શકાય તેવો પ્રશ્ન મુકયો હતો. ત્યારે હવે આ તમામ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મને જવાબદારીથી કામ કરો નહીં તો કડક પગલા લેવાશે તેવી ચેતવણી અપાઈ છે. બીજી તરફ ટેકનોલોજી એકટની કલમ ૬૯ હેઠળ એપ્લીકેશનને કેવી રીતે બ્લોક કરવી તે અંગે પણ વિચારણા હાથ ધરાઈ છે. આ મામલે સરકાર ટેકનોલોજી વિકસાવવા તૈયાર છે.

ભારતમાં ફક્ત ૧૯ ટકા લોકો જ નેટનો ઉપયોગ કરે છે

ભારતમાં માત્ર ૧૯ ટકા લોકો જ ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હોવાનું લીર્નીશ્યા નામની સંસ્થાએ કરેલા રિપોર્ટમાં જાણવા મળ્યું છે. ૧૫ થી ૬૫ વર્ષની વયના લોકો ઈન્ટરનેટનો મહત્તમ ઉપયોગ કરે છે. જો કે, ભારતમાં પ્રદેશ અને રાજયના વિકાસ મુજબ ઈન્ટરનેટના વપરાશની ટકાવારી ભિન્ન-ભિન્ન છે.

આ મામલે લીર્નીશ્યાના સીઈઓ હેલાની ગલ્પયાએ જણાવ્યાનુસાર માત્ર ૧૯ ટકા લોકો જ ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હોવાની વાત ખુબજ ચિંતાજનક છે. અલબત આ આંકડો ટેલીકોમ કંપનીઓ માટે મોટી તક સમાન છે. કારણ કે, હજુ મોટુ માર્કેટ તેમની પાસે બચ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.