Abtak Media Google News
  • મુદ્દામાલમાં કબ્જે લેવાયેલ લેપટોપ, કોમ્પ્યુટર અને મોબાઈલ સહિતના ઉપકરણો છોડવા માંગી’તી લાંચ

એસીબી દ્વારા વધુ એક પોલીસ અધિકારીને લાંચના કેસમાં રંગેહાથ ઝડપી લીધો છે. ગાંધીનગરના સહયોગ સંકુલના પાર્કિંગમાંથી પીએસઆઈને એસીબી દ્વારા લાંચ લેવા જતા જ ઝડપી લીધા છે. સીઆઈડી ક્રાઈમમાં સુરત ઝોનમાં નોંધાયેલા ગુનાના સંદર્ભમાં મુદ્દામાલ છોડાવવા માટે થઈને લાંચની રકમ માંગી હતી.

Advertisement

સીઆઈડી ક્રાઈમના પોલીસ સબ ઈન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાઈ આવ્યો છે. સીઆઈડી ક્રાઈમના પીએસઆઈ દ્વારા સુરત ઝોનમાં દાખલ થયેલા એક ગુનાના સંદર્ભમાં લાંચની રકમ માંગી હતી. જેને લઈ ફરિયાદી લાંચ આપવા માટે ગાંધીનગર પહોંચ્યો હતો. જ્યાં તેણે એસીબીની ટીમને અગાઉથી જ ફરિયાદ કરતા નવસારીથી ગાંધીનગર પહોંચેલા અધિકારી અને ટીમ દ્વારા ટ્રેપમાં પીએસઆઈને ઝડપી લેવામાં આવ્યો હતો.

એસીબીની ટીમ દ્વારા ગાંધીનગરમાં જ ટ્રેપ ગોઠવવામા આવી હતી. જ્યાં પીએસઆઈને લાંચ લેતા રંગેહાથે જ એસીબીની ટીમ દ્વારા ઝડપી લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. એસીબીની ટીમે લાંચ લેતા ઝડપાયેલા પીએસઆઈની સાથે અન્ય કોઈનું કનેક્શન છે કે, કેમ એ દિશામાં પણ તપાસ શરુ કરવામાં આવી છે.

રાજ્યની સીઆઈડી ક્રાઈમના સુરત ઝોનમાં એક ગુનો નોંધાયો હતો. સીઆઈડી ક્રાઈમના સુરત ઝોનના પોલીસ મથકમાં નોંધાયેલા ગુના સમયે ફરિયાદીના કોમ્પ્યુટર અને લેપટોપ તથા મોબાઈલ સહિતને કબ્જે કરવામાં આવ્યુ હતું. આમ ઉપકરણોને મુદ્દામાલ તરીકે કબ્જે લીધા બાદ ગુનાની તપાસ કરી રહેલા આરોપી પીએસઆઈ જગદીશ ચાવડાએ મુદ્દમાલ છોડવા માટે લાંચની રકમ માંગી હતી.

પીએસઆઈ જગદીશ ચાવડાએ ઉપકરણોને સીઆઈડીના કબજામાંથી છોડાવવા માટે 50 હજાર રુપિયાની માંગ કરી હતી. જૈ પૈકી શરુઆતમાં જ પીએસઆઈ ચાવડાએ 10 હજાર રુપિયાની રકમ લઈ લીધી હતી. અને બાકીના 40 હજાર રુપિયાનો વાયદો કર્યો હતો. જે રકમ આપવા જતા એસીબીની ટીમને ફરિયાદ કરવામાં આવી હતી.

સીઆઈડી ક્રાઈમની ગાંધીનગર સ્થિત કચેરીમાં ફરજ બજાવતા જગદીશ તુલસીભાઈ ચાવડાએ લાંચ માંગી હોવાની ફરિયાદ એસીબીને મળી હતી. જેને લઈ સુરત એસીબી એકમના મદદનીશ નિયામક આરઆર ચૌધરીએ આ અંગે ટ્રેપનું આયોજન કર્યુ હતુ. આ માટે નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમે છટકું ગોઠવવાનું આયોજન કર્યુ હતુ.

જે મુજબ ટીમ નવસારીથી ગાંધીનગર પહોંચી હતી. જ્યાં ગાંધીનગરના સેક્ટર 11 માં આવેલ સહયોગ સંકુલના પાર્કિંગમાં પીએસઆઈ જેટી ચાવડા 40 હજાર લાંચની રકમ લેવા માટે આવ્યા હતા. જે રકમ સ્વિકારતા જ એસીબીની ટીમ દ્વારા તેમને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એસીબી દ્વારા હવે આ મામલે અન્ય કયા અધિકારી કે કર્મચારી સામેલ છે, એ દિશામાં પણ તપાસ શરુ કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.