શેરબજારે ગુરુવારે પણ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. સેન્સેક્સ 37,994.51ની સપાટી પર ખુલ્યો હતો અને થોડી જ વારમાં તેણે 38,000ની સપાટી ક્રોસ કરીને 38,050.12ની ઓલ ટાઈમ હાઈ સપાટી દર્શાવી હતી.

નિફ્ટી 11,493.25થી શરૂ થઈને 11,495.20ની રેકોર્ડ હાઈ સપાટી બનાવી હતી. એનએસઈ ઉપર પણ દરેક સેક્ટર ઈન્ડેક્સમાં તેજી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી પણ 28,216ની અત્યાર સુધીની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો હતો.

મોટી કંપનીઓની સાથે મિડ અને લાર્જ કેપ શેરોમાં પણ સારી ખરીદી જોવા મળી છે. બીએસઈના મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.5%ના વધારો જોવા મળ્યો છે. નિફ્ટી 50માંથી 28 કંપનીઓના શેરમાં તેજી જોવા મળી છે. આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં 4% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. સન ફાર્મા, ટાટા મોટર્સ, એસબીઆઈ અને ઈન્ફોસિસમાં અંદાજે 1.5% સુધીની તેજી જોવા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.