Abtak Media Google News

અયોધ્યા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ સાથે જોડાયેલી 1994ના ઈસ્માઇલ ફારૂકી મામલાને લઈને સુપ્રીમ કોર્ટે ગુરૂવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેંચે 2-1થી ચુકાદા મુજબ કહ્યું છે કે હવે આ ચુકાદો મોટી બેંચ સમક્ષ નહીં જાય. બેંચમાં ત્રણ જજ સામેલ હતા.

જસ્ટિસ અશોક ભૂષણે પોતાનો અને ચીફ જસ્ટિસ દીપક મિશ્રાનો ચુકાદો સંભળાવ્યો, તો જસ્ટિસ નઝીરે પોતાનો ચુકાદો અલગથી સંભળાવ્યો હતો. અયોધ્યા મામલે (ટાઈટલ સૂટ) હવે સુનાવણી 29 ઓક્ટોબરથી સુનાવણી શરૂ થશે.સૌથી પહેલાં જસ્ટિસ અશોક ભૂષણ પોતાનો ચુકાદો સંભળાવી રહ્યાં છે. જસ્ટિસ અશોક ભૂષણે પોતાના ચુકાદામાં કહ્યું કે દરેક ચુકાદો અલગ સ્થિતિમાં થાય છે. ગત ચુકાદાના સંદર્ભને સમજવો જરૂરી છે.

જસ્ટિસ ભૂષણે કહ્યું કે ગત ચુકાદામાં મસ્જિદમાં નમાઝ અદા કરવાનું ઈસ્લામનો અંતરિમ ભાગ નથી તેવું કહેવાયું હતું, પરંતુ તેની સાથે અલગ એક વાત પણ જોડાયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.