Abtak Media Google News

અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું કે, જે લોકોના વિઝા એક્સપાયર થયા છે અથવા જેઓનું સ્ટેટ્સ બદલાઇ ગયું છે તેઓને આગામી સોમવારથી દેશમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. જે ફેડરલ એજન્સીને તેની જવાબદારી આપવામાં આવી છે તેણે કહ્યું કે, રોજગાર આધારિત અને માનવીય આધારોના આવેદન માટે તેને લાગૂ નહીં કરવામાં આવે. આ માટે એચ1-બી વિઝા રાખનારા લોકોને થોડી રાહત મળવાની સંભાવના છે.

Bbjlqq3યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ)ને વિઝાની સ્વીકૃતિ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે.નવા નિયમ અનુસાર, જે લોકોએ વિઝા એક્સટેન્શનની એપ્લિકેશન આપી છે તેઓને એનટીએ (નોટિસ ટુ અપીયર) જાહેર કરવામાં આવશે.

એનટીએ, અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસતા લોકોને દેશની બહાર મોકલવા માટે જાહેર કરવામાં આવેલું પહેલું પગલું છે. એનટીએ એ પ્રકારના ડોક્યુમેન્ટ છે, જે કોઇ વ્યક્તિને ઇમિગ્રેશન જજની સામે રજૂ થવા માટે કહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.