Abtak Media Google News

રાજકોટ ખાતે આયુશમાન ભારત યોજના અંતર્ગત સીએસસી ઓપરેટર તથા એફપીએસ દુકાનદારની તાલીમ યોજવામાં આવેલ હતી. જેમાં સીએસસી ના ઓપરેટરો ને કાર્ડ બનાવવા લાભાર્થી શોધવા વગેરેની તાલીમ આપવામાં આવી હતી. સીએસસી ના દરેક સેન્ટર પર આ યોજનાની કામગીરી ટુંક સમયમાં શરુ કરવામાં આવશે.

જયાંથી લાભાર્થી પોતાનું કાર્ડ તથા પ લાખ સુધી આરોગ્ય સહાય મેળવી શકશે. આ તાલીસમાં જીલ્લા પુરવઠા અધિકારી કોડીનેટર નીખીલભાઇ સીએસસી જીલ્લા મેનેજર વિપુલભાઇ વગેરે હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.