Abtak Media Google News
  • બગસરાથી ગાંધીનગર સફર સવા ચાર કરોડનો નફો ધરાવતી સહકારી મંડળીના એમ.ડી. નિતેષ ડોડીયાએ અબતકની શુભેચ્છા મુલાકાતે

ગુજરાતભરની 6300 થી વધુ શરાફી મંડળીઓમાંથી વધુ નફો કરવા સાથે સતત છઠ્ઠી વખત બીજા સ્થાન ધરાવતી મંડળી એટલે બગસરા નાગરીક શરાફી સહકારી મંડળી તેમનો ટૂંક સમયમાં ગાંધીનગર મુકામે નવમી શાખાનો શુભારંભ થવા જઇ રહ્યો છે.

બગસરા નાગરીક શરાફી સહકારી મંડળીની ના જનરલ એમ.ડી. નિતેષભાઇ ડોડીયા અબતકની શુભેચ્છા મુલાકાતે આવ્યા ત્યારે અબતકના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે વાતચીત કરતા બગસરા નાગરીક શરાફી સહકારી મંડળી ની હરણ ફાળ વિશે ચર્ચા કરી હતી

પ્રશ્ન: બગસરા નાગરિક સહકારી મંડળીનો તેમની સફર કેવી છે અને તેમનો ઇતિહાસ લોકોને જણાવશો મંડળી મોટા પ્રમાણમાં વ્યાપક બને એ ઐતિહાસિક બાબત છે

જવાબ: અરવિંદભાઈ મણિયાર ની શોકસભામાં હતી ત્યારે અરવિંદભાઈ મણીયાર ને સાચી શ્રદ્ધાંજલિ કેવી રીતે આપવી તે વિચારતા હતા ત્યારે અરવિંદભાઇ મણીઆરના વિચારમાંથી એમો લોકોએ પ્રેરણા લઇને મંડળીની સ્થાપના કરવામાં આવી હતી અમારા પ્રેરણા મૂર્તિ છે.અત્યારે તેનો વ્યાપ વધીને 8 શાખા છે. જેવી કે બગસરા, ધારી, ચલાલા, અમરેલી, લીલીયા, રાજકોટ, અમદાવાદ, વડોદરા સુધી વ્યાપ પહોંચી છે. તેમ જ ગુજરાત રાજયના કુલ 29 જીલ્લાઓની મંજૂરી મળી અત્યાર સુધી તમામ કામગીરીનો શ્રય અમારા ચેરમેન રશ્ર્વિનભાઇ ડોડીયા ને જાય છે. કારણ કે તેમની સુઝબુઝ થી અમે અહી સુધી પહોચ્યા છે.

Dsc 7981 Removebg Preview પ્રશ્ન: બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી આવડા મોટા ફલક પર પહોંચવા પર કેટલા લોકોને સાથે રાખ્યા છે તો તેમાં લોકોનો સાથ અને સહકાર પણ જરૂરી છે સંપ કેવો છે.?

જવાબ: કહેવાય છે કે સંપ ત્યાં જંપ ત્યારે બગસરા નાગરીક શરાફી સહકારી મંડળીમાં 21000 સભાસદ 50 ઉપરના કર્મચારીઓ સંખ્યા પહોંચી છે. તેમજ અમારી મંડળીમાં કોઇ ચુંટણી થઇ નથી દર વખતે સર્વાનુમતીથી વરણી કરવામાં આવે છે. દર સામાન્ય સભા માં બધા વિષય સાચા હિસાબ અને સાચી વાત લોકો સમક્ષ મૂકવામાં આવે છે. ચેરમેન રશ્ર્વિનભાઇ ડોડીયાનું ખાસ સિઘ્ધાંત છે કે લોકો આપની સાથે જોડાયેલા છે. તો લોકોને સભાસદમાં તમામ વિગતો જાણવી તેનો હકક છે. આપણા પૈસાના રખેવાળા છીએ કોઇના પૈસા ખોટા થવા જોઇએ નહિ.

પ્રશ્ન: કોઈપણ મંડળી હોય એમને ટકવું મુશ્કેલ હોય છે કેમકે ટૂંકું ધિરાણ હોય અને જલ્દી ફળચામાં ચાલી જાતી હોય છે આ બધા બધા નજીકના હોય અને રી પેમેન્ટ નો પ્રશ્ન આવતા હોય આવા ચેલેન્જ વાતાવરણમાં મંડળીએ 0% એનપીએ કર્યો કેવી રીતે શક્ય છે

જવાબ: આ પૈસા ના અમે રખેવાળ છીએ ગરીબ માણસોના વિધવા અને વૃદ્ધોના આ પૈસા તમને આપવાની અને પૈસા પરત લેવાની પણ જવાબદારી અમારી છે  જેલમાં પણ બેસાડીને પૈસા વસૂલ કરેલા છે કેમકે આ પૈસાના હકદાર સભા સદો છે .કોઈપણ લોન લેવા આવે તો તેમને ખ્યાલ જ હોય કે આ પૈસા પરત ભરવા જ પડશે રાજકોટમાં આજે અમારી શાખાને પાંચ વર્ષ થઈ ગયા પરંતુ અમને એટલો સહયોગ મળ્યો છે કે પેલા ત્રણ વર્ષથી અમે ડિપોઝિટ નથી લેતા એવી કોઈ ભારત આખામાં અમારી સિવાયની કોઈ સંસ્થા હોય એવું હજુ સુધી જોવા મળ્યું નથી. અમારું117 કરોડનું છે  89 કરોડનો ડિપોઝિટ છે

પ્રશ્ન: લોકોને 15% ડિવિડન્ડ આપવો એ મંડળી માટે એક મોટી વાત છે

જવાબ: અમારા શેર ના 1000 રૂપિયા છે. કાયમ માટે કોઈ વહીવટ ન કરે તો પણ તેમને પાંચ વર્ષમાં 15% પરંતુ મળે છે 700 રૂપિયા સુધીની ગિફ્ટ દર ત્રણ વર્ષે આપવામાં આવે છે કોઈપણ સભાસદ બને એમનો ત્રણ ચાર વર્ષમાં તેમના પૈસા તેમને પરત મળી જાય છે અમારી યોજનાઓ બાજપાઈ વીમા સહાય યોજના કોઈપણ સભાસદનો અકસ્માત કે કોઈ પણ રીતે મૃત્યુ થાય તો 50000 રૂપિયા આપીએ છીએ આવી અનેક યોજનાઓ ચલાવીએ છીએ વિદ્યાર્થીઓને વિદેશમાં ભણવા જવા માટે માત્ર 4% ના વ્યાજે આપીએ છીએ સભાસદના હિતમાં આને યોજનાઓ ચલાવીએ છીએDsc 7984

પ્રશ્ન: કોઈ મંડળી વડોદરા સુધી કાર્યક્ષેત્ર લઈ જાય એ એક મોટી વાત છે?

જવાબ: ગુજરાતના 29 જિલ્લાનું કાર્યક્ષેત્ર આપવામાં આવ્યું છે સભાસદ જ અમારા ભગવાન છે અને એમનો કાર્ય કરવું એ અમારું કામ છે

પ્રશ્ન: લોકોની એક એવી અપેક્ષા છે કે બેંક ક્યારે બનાવશો?

જવાબ: આરબીઆઈના નિયમો અને સહકારી મંડળીના નિયમો જુદા છે સભાસદન ને બનાવ્યા બાદ અમે બીજા દિવસે તેમને લોન આપી શકીએ છીએ આરબીઓના નિયમ અને મંડળીના નિયમોમાં છૂટછાટ મળે છે એ માટે અમે સભાસદને સરળતાથી લોન આપી શકીએ છીએ

પ્રશ્ન: બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી નું હવે આગળ શું કરશે તે જણાવશો આગળ શું કરશો અને તેનાથી લોકોને સારી સુવિધાઓ મળે?

જવાબ: બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીના ચેરમેન રશ્મિનભાઈની નીતિ સ્પષ્ટ છે કે સભાસદ જ આપણા ભગવાન છે. અને જ્યારે જ્યારે મિટિંગ મળે ત્યારે તેઓ  સભાસદને લક્ષીને જ કામ કરવાનું એની કાર્યપદ્ધતિ છે તેને લીધે જ અમે આગળ વધી રહ્યા છીએ ગામડામાં હજુ પણ ઘણા લોકો મંડળીનો લાભ લેતા નથી હોતા ત્યારે જે લોકોને આર્થિક જરૂરિયાત હોય છે ત્યારે ત્યારે ઊંચાવ્યા વ્યાજે પૈસા લેતા હોય છે અમારી મંડળીની એવી એમ છે કે એવા ગરીબ માણસો ન કરી શકતી હોય તેવો ઊંચા વ્યાજે ધિરાણ લઈ છે અને વ્યાજ ભરે છે

અમારી મંડળીની એવી એમ છે કે નાનામાં નાના ગામડા સુધી પહોંચી અને  જરૂરિયાત મંદ લોકોને લાભ આપી શકે અમે સામેથી લોકોને જાગૃત કરીએ છીએ કે કોઈ વ્યાજના ફસાયો હોય તો અમને જાણ કરો. રાજકોટમાં પણ અમે જે લોકો છ ટકા અને આઠ ટકા વ્યાજ ભરે છે તેમને ગોતીને મંડળીનું ધિરાણ અપાવ્યું છે ગોલ્ડ ઉપર પણ ધિરાણ નીચા વ્યાજે અમે ધિરાણ આપીએ છીએ નાના માણસ ને સાથે હર હંમેશ ઉભું રહેવા માટે અમે સક્ષમ છીએ.

પ્રશ્ન: સરકાર પણ અત્યારે સહકારી ક્ષેત્રને ધ્યાનમાં રાખીને કાર્યરત છે ત્યારે કહી શકાય કે અમરેલી પંથક સહકાર ક્ષેત્રે આગળ પડતું છે સહકારી ક્ષેત્રમાં ભવિષ્ય ધૂંધળું દેખાય છે પૈસા ડૂબી જતા હોય છે તો તમને આનું ભવિષ્ય કેવું લાગે

જવાબ: સહકારી પ્રવૃત્તિ સરકાર બન્યા પહેલાની સ્ટ્રોંગ છે સો વર્ષ જેટલી જૂની અમારી મધ્યસ્થ બેંક છે જેના હાલમાં દિલીપભાઈ સાંગાણી ચેરમેન છે એટલે કે આઝાદી પહેલાની સંસ્થા છે ત્યારે જરૂરિયાત મંદ લોકોની માટે આ પ્રવૃત્તિ છે અને હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગૃહ મંત્રીઅમિતભાઈ શાહ જે રીતે આ પ્રવૃત્તિ માટે સહકાર આપે છે અને સીધા જ દેશના 40% લોકોને અસર કરે છે જેમ કે નાનો વ્યક્તિ હોય કે મોટું ઉદ્યોગકાર હોય છેલ્લે તો એમને બેન્કિંગ સેક્ટર પાસે જ જવાનું હોય છે.

વડાપ્રધાનનરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રના અમુક બિનજરૂરી કાયદાઓ હટાવી અને સરળ એનું અમલીકરણ કરવામાં આવ્યુ છે. સરળતાથી સહકારી પ્રવૃત્તિ કેમ આગળ વધે તેનું વિશેષ ધ્યાન આપેલ છે લોકો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લે તેના કરતાં પણ વધારે સહકારી મંડળીનો લાભ લેતા થશે.

ટૂંક સમયમાં ગાંધીનગરમાં પણ નવમી શાખાનો શુભારંભ

બગસરા નાગરિક સહકારી મંડળી સૌરાષ્ટ્ર ના સીમાડા વટાવ્યો હવે પાટનગરમાં ડંકો વગાડવો તૈયાર હોય તેમ ટૂંક સમયમાં ગાંધીનગરમાં પણ નવમી શાખાનો શુભારંભ કરવા જઈ રહી છે આ વર્ષે બગસરા સહકારી મંડળી રૂપિયા સવા ચાર કરોડનો નફો કર્યો છે 117 કરોડની ધિરાણ મૂડી88 કરોડની થાપણ સાથે બેંકનું ટર્નઓવર 588 કરોડ પહોંચ્યું છે કમાલની વાત તો એ છે કે સભાસદને 15% ડિવિઝન આપલાની બેંકનું નેટ એન્ડ પીએ ઝીરો રહ્યું છે.

ગુજરાત રાજ્યના કુલ 29 જિલ્લાઓમાં મંડળીનું કાર્યક્ષેત્ર

બગસરા નાગરિક સહકાર શરાફી સહકારી મંડળીની આઠ શાખાઓ જેવી કે બગસરા ધારી અમરેલી લીલીયા રાજકોટ અમદાવાદ વડોદરા તેમજ ગુજરાત રાજ્યના કુલ 29 જિલ્લાઓમાં મંડળીનો કાર્યક્ષેત્ર વ્યાપ કરવા માટેની મંજૂરી મળેલ છે

સતત છઠ્ઠી વખત બગસરા નાગરિક શરાફી  સહકારી મંડળીનો ગુજરાતમાં બીજો નંબર

ઘરની 6300 થી વધુ શરાફી મંડળીઓમાંથી વધુ નફો કરવા સાથે સૌ સાથે સતત છઠ્ઠી વખત દ્વિતીય સ્થાન મેળવતી મંડળી એટલે બગસરા નાગરિક શરાફી  સહકારી મંડળી.અમરેલી જિલ્લાની અર્બન બેંકો તથા શરાફી મંડળીઓમાં સૌથી વધુ  સભા સદો તથા નફો ધરાવતી પણ મંડળી એટલે બગસરા નાગરિક સહકારી મંડળી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.