Abtak Media Google News

સુપ્રીમ કોર્ટની નવી બેન્ચ રામ જન્મભૂમિ અને બાબરી જમીન વિવાદ મામલે આજે સુનાવણી કરવાની હતી. પરંતુ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની બેન્ચ 2010માં અલહાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ દાખલ કરવામાં આવલી અરજીની સુનાવણી હવે જાન્યુઆરી સુધી પાછી ઠેલવામાં આવી છે. જાન્યુઆરી 2019માં સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણીની તારીખ નક્કી કરશે

Advertisement

અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ 3 પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. 27 સપ્ટેમ્બરે તે સમયના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીરની બેન્ચે વિવાદિત ભૂમિ કેસની સુનાવણી નવી બેન્ચને કરવાનો આદેશ આપ્યો હતો.

રામ મંદિર મુદ્દો 1989થી ચર્ચામાં છે. જેના કારણે ત્યારે દેશમાં સાંપ્રદાયિક તણાવ ફેલાયેલો હતો. દેશનું રાજકારણ પણ તેનાથી પ્રભાવિત થતું આવ્યું છે. હિન્દુ સંગઠનોનો દાવો છે કે અયોધ્યામાં ભગવાન રામના જન્મસ્થળ પર બાબરી મસ્જિદ બનાવવામાં આવી હતી. 18મી સદીમાં મંદિર તોડીને ત્યાં બાબરી મસ્જિદ બનાવવામાં આવી હતી. રામ મંદિર આંદોલન દરમિયાન 6 ડિસેમ્બર, 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદનું વિવાદિત માળખું તોડી પાડવામાં આવ્યું હતું. મામલો ત્યારથી સુપ્રીમ કોર્ટમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.