Abtak Media Google News

ઈંસ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. ઓગસ્ટમાં અમે તમને જણાવ્યું હતું કે, કંપનીએ Google સાથે પાર્ટનરશિપ કરી છે. જેના હેઠળ ગૂગલ ડ્રાઈવમાં WhatsAppના ચેટ્સ બેકઅપ ડિફોલ્ટ કરી દેવાયું છે. કંપનીએ એમ પણ કહ્યું કે, જો 12 નવેમ્બર સુધી યુઝર્સે તેમના WhatsApp ચેટ્સ બેકઅપને Google ડ્રાઈવ પર રિફ્રેશ ના કર્યું તો તેમની ચેટ હિસ્ટ્રી ડિલીટ થઈ શકે છે. જોકે, આ ગંભીર સમસ્યા નથી, કારણ કે જો તમે કાયમ બેકઅપ લો છો કે પછી ચેટ્સ તમારા સ્માર્ટફોનમાં છે તો ડિલીટ નહીં થાય.

Google સાથે કરાયેલી પાર્ટનરશિપ હેઠળ Google Drive પર WhatsApp ચેટ્સનું બેકઅપ રાખવાથી તમને આપેલા સ્પેસમાં કોઈ ઘટાડો નહીં થાય. Google Drive પર WhatsApp ચેટ્સ બેકઅપ રાખવાનો ફાયદો એ છે કે, તેને કોઈ પણ સ્માર્ટફોન પર સરળતાથી ઓપન કરી શકાય છે. જો તમે નવો ફોન લીધો છે કે પછી WhatsApp માટે નવા સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છો એવામાં આ ફીચર તમારા માટે ફાયદાકારક સાબિત થશે. Whatsappimage

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.