Abtak Media Google News

રૂપીયાની તરલતાની સામે ઉર્જિતે ભવિષ્યના માઠા પરિણામની ચેતવણી આપી

ઘણાં સમયથી આરબીઆઇના ઉર્જીત પટેલ અને કેન્દ્ર સરકાર વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું જેમાં તરલત્તા અને લઘુઉદ્યોગોને બેઠા કરવા તથા નાની બેંકોને સ્થિર કરવાનાં મુદે પહલ ચાલી રહી હતી પરંતુ ઉર્જીત પટેલે પાર્લામેન્ટ્રી કમિટિની બેઠકમાં જણાવ્યું હતું કે રિઝર્વ બેંક પાસે જે કરંટ રિઝર્વ પડેલું છે તે અછતના સમયે વાપરવા માટેનું છે નહિં કે રોજબરોજના ઉપયોગ માટે જેથી બજારમાં જે રૂપીયો ફરવો જોઇએ એટલે કે જે રૂપીયાની તરલત્તા હોવી જોઇએ તે નહીં રહે જેની અસર સરકારને સીધ્ધી પડી શકે છે. કારણ કે બજારમાં રૂપીયો ન હોવાથી મંદીનો માહોલ સર્જાય તેની ભીતી પણ સેવાઇ રહી છે. જેથી લોકો સીધ્ધી આંગળી સરકાર સામે ચીંધશે જેના પરિણામે ક્યાંય સરકારને આવનારી લોકસભાની ચુંટણીમાં તેનું પરિણામ પણ ભોગવું પડે.

આરબીઆઇ અને સરકાર વચ્ચે જે મંત્રણા થઇ હતી તેમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સરકાર આરબીઆઇને ૪ લાખ કરોડની સહાય કરશે જેથી રૂપીયો બજારમાં ફરતો અને તરલત્તા જળવાઇ રહે. આરબીઆઇના ગર્વનર ઉર્જીત પટેલે જણાવ્યું હતું કે હાલનું રિઝર્વ અછતના સમયે ઉપયોગમાં લેવા માટે અનામત રાખવામાં આવ્યું છે. સ્ટેન્ડીંગ કમિટિના બેઠકમાં વિપક્ષના સાંસદો દ્વારા અનેક વિધ પ્રશ્નો ઉર્જીત પટેલ ઉપર મુકવામાં આવ્યાં હતા.

જેમાં તુરમુલ કોંગ્રેસના લીડર શૌગાતારોય તથા દિનેશ ત્રિવેદી જ્યારે કોંગ્રેસના દિગ્વીજયસિંહ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. સરકાર ઇચ્છી રહી છે કે જે નબળી બેંકો છે અને જે લેન્ડીંગની જે સમસ્યાઓ છે તેને સુધારવામાં આવે અને લઘુ અને મધ્યમ ઉદ્યોગોને બેઠા કરવામાં આવે જેથી બજારમાં તરલત્તામાં વધારો થઇ શકશે.

સ્ટેન્ડીંગ કમિટિની પેનલ દ્વારા નોટબંધીની અસરો વિશે પણ વાત કરવામાં આવી હતી જેના જવાબમાં આરબીઆઇના ગર્વનરે જણાવ્યું હતું કે રોકડ અને જીડીપીનું જે આંક પહેલા હતો તેનાથી અત્યારે આંક નીચે જઇ રહ્યો છે. પહેલા ક્રેડીટ ફ્લો ૧૫%થી વધુ હતો અને ફુગાવો ૪% જેટલો હતો એટલે કે કહી શકાય કે નિયંત્રણમાં હતો તે હવે વધી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.