Abtak Media Google News

વર્તમાન ચેરમેન રાઘવજીભાઇ પટેલ અને પૂર્વ ચેરમેન ચંદ્રેશ પટેલ વચ્ચે ટક્કર

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-હાપા માર્કેટ યાર્ડના હોદ્દેદારો માટે આગામી તારીખ ૧૦ ના ચૂંટણી યોજવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ તરફથી કોઈ દાવેદારી થવાની શક્યતા નથી તો  ભાજપ તરફે પૂર્વ ચેરમેન અને વર્તમાન ચેરમેન બંને ચૂંટણીમાં ઝુંકાવનાર છે.

હાપા માર્કેટ યાર્ડની સામાન્ય ચૂંટણીઓ માટે કાલે સવારે ૧૧ થી સાંજે પાંચ વાગ્યા સુધી ઉમેદવારી પત્રો ભરવામાં આવનાર છે. કુલ ૧૪ બેઠકોમાંથી આ યાર્ડની ચૂંટણીમાં આવતીકાલ તા.૩૦-૧૧-૧૮ ના ફોર્મની ચકાસણી થશે. તા. ૩-૧૨-૧૮ ના ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે અને તા. ૧૦-૧૨-૧૮ના મતદાન થશે.

પ્રતિ ચૂંટણીમાં આ પ્રતિષ્ઠા ભર્યા જંગમાં કોંગ્રેસ અને ભાજપ જુથ સામસામે ચૂંટણી લડતા હોય છે. આ વર્ષે યાર્ડના ૫ૂર્વ ચેરમેન ચંદ્રેશભાઈ પટેલ તથા યાર્ડમાં વર્તમાન ચેરમેન રાઘવજીભાઈ પટેલ ચૂંટણી લડશે પરંતુ હાલ બંને ભાજપમાં છે. એટલે કે ચેરમેન પદ માટેના બંને દાવેદારો સામસામે ચૂંટણી લડશે તો સામા પક્ષે કોંગ્રેસ પાસે કોઈ સબળ અને સક્ષમ દાવેદાર નહીં હોવાથી કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં ઉતરશે નહીં વેપારી પેનલની ચાર બેઠક માટે ૪૯૮ મતદારો, ખેડૂત પેનલની આઠ બેઠકો માટે ૮૭૫ મતદારો તથા ખરીદ-વેચાણ સંઘની પેનલ માટે ૯૩ મતદારો મળી કુલ ૧૪ બેઠક માટે ૧૩૬૭ મતદારો નોધાયેલ છે.

એટલું તો નક્કી છે કે માર્કેટ યાર્ડમાં ભાજપને સત્તા મળશે પરંતુ ચેરમેન પદ માટે ભાજપમાં જ બે દાવેદારો વચ્ચે જંગ થનાર હોવાથી કોને ચેરમેન પદ મળશે એતો આવનારો સમય જ કહેશે.

માર્કેટ યાર્ડમાં ભાજપના જ બે નેતાઓએ પોતાની પેનલને મેદાનમાં ઉતારી હતી. જેમાં વર્તમાન ચેરમેન તરફ ખેડૂત વિભાગમાં રાઘવજીભાઈ મુંગરા, દેવરાજભાઈ જરૃ, દયાળજીભાઈ ભીમાણી, ભગવાનજીભાઈ ધમસાણીયા, જમનભાઈ ભંડેરી, તખતસંગ જાડેજા, જીતેન્દ્રભાઈ પરમાર, ભીખાભાઈ વસોયા અને સુરેશભાઈ વસોયા, ખરીદ-વેચાણ વિભાગમાં પ્રવિણસિંહ ઝાલા અને તેજુભા જાડેજા તેમજ વેપારી વિભાગમાં ધીરજલાલ કારીયા, પ્રમોદભાઈ કોઠારી, તુલસીભાઈ પટેલ અને અરવિંદકુમાર મહેતાની પેનલ બનાવી ઉમેદવાર તરીકે પસંદ થયા છે. પૂર્વ ચેરમેન તરફેણની પેનલની પણ નામાવલી જાહેર કરવામાં આવી છે.

જેમાં ખેડૂત વિભાગમાં ચંદ્રેશભાઈ પટેલ, મુકુન્દભાઈ સભાયા, રમેશભાઈ મોલીયા, કમલેશભાઈ ધમસાણીયા, ઉપેન્દ્રભાઈ પરમાર, જગદિશસિંંહ જાડેજા, પ્રવિણભાઈ કટેશીયા અને ચનાભાઈ મકવાણા વેપારી વિભાગમાં પ્રિતેશભાઈ નથવાણી, હાજાભાઈ ધ્રાંગુ, શરદભાઈ મહેતા અને જીતુભાઈ તાળા તથા ખરીદ વેચાણ વિભાગની પેનલમાં પ્રદિપસિંહ જાડેજા અને મસરીભાઈ મોઢવાડીયા પેનલ બનાવી મેદાનમાં ઉતારાયા છે.

આમ ભાજપના જ બંને કદાવર નેતાઓએ પોત પોતાની પેનલને મેદાનમાં ઉતારી છે. હવે આગામી તા. ૧૦ મી ના કોન મેદાન મારશે તે જાહેર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.