ધ્રાંગધ્રા ના નાયબ પોલીસ અધિક્ષક રાજેન્દ્ર દેવધા તથા તાલુકા પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સ. એસ.પી.વસુનીયા ના માર્ગદર્શન અને સૂચના મુજબ નાઈટ રાઉન્ડ માં એ.એસ.આઈ.ગજુભા ઝાલા તથા પોલીસ કોન્સ.સંજય પાઠક ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર માં હોઈ ત્યારે પો.કોન્સ સંજય પાઠક ને બાતમી રાહે હકીકત મળેલ કે નિમકનગર આઉટ પોસ્ટ વિસ્તાર માં રણ માં ઠંડી તથા અંધારાં નો લાભ લઇ ઇંગ્લિશ દારૂ નું કટિંગ થવા નું છે તેથી રણ મધ્યે ગણેશ ની ઓફીસે વોચ માં હોય ત્યારે વાછરા દાદા ના મંદિર તરફ ના રસ્તા ઉપર જતાં એક ફોર વહીલ ગાડી ની લાઈટ દેખાતા જે ગાડી સામે આવતા જેને રોકવા લાઈટ તથા હાથ થી ઇશારો કરવા છતાં નહીં રોકાતા પાછી વળી ભાગતાં બાવળ ની કાંટ માં જે ગાડી રેઢી મૂકી ચાલક મૂકી ભાગી ગયેલ અને જે ગાડી જોતાં જે ટાટા સુમો કાર નંબર GJO2 CL ૩૫૫૨ ની અંદરથી ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂ ની ૧૮૦ એમ.એલ. ની “ક્રેઝી રોમીયો” વિહીસ્કી ના બોક્સ નંગ-૨૩ જેમાં સીલબંધ બોટલ નંગ-૧૧૦૪ જેની કિંમત રૂપિયા ૧,૧૦,૪૦૦/– નો તેમજ ટાટા સુમો ની કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦/–ની ગણી કુલ કિંમત રૂપિયા ૩,૧૦,૪૦૦ /- નો મુદ્દામાલ કબજે કરી આ ટાટા સુમો ના ચાલક તથા તપાસ માં ખુલ્લે તે આરોપીઓ વિરુદ્ધ સરકાર તરફે પોલીસ કોન્સ.સંજય પાઠક એ સરકાર તરફે ફરિયાદ રજીસ્ટર કરેલ છે
Trending
- શેરબજારમાં જોવા મળ્યો બમ્પર ઉછાળો
- આ સમુદ્ર કિનારો છે નર્કનો પ્રવેશદ્વાર
- પરફ્યુમની સુગંધ રહેશે આખો દિવસ, અજમાવો આ ટ્રિક
- આખરે નામ જાહેર…રાહુલ ગાંધી રાયબરેલીથી જ્યારે કિશોરી લાલ શર્મા અમેઠીથી મેદાને ઉતર્યા
- શુક્રવારે આ દેવીની પૂજા કરી, ધન, સંપત્તિ અને પ્રેમનું વરદાન મેળવો
- જીભ પર થતાં સફેદ ડાઘ ખતરાની નિશાની સમાન છે, ભૂલથી પણ આવગણશો નહીં…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.