Abtak Media Google News

ચીનની સરહદ થી ૧૦૦ કિ.મી. નજીક બ્રહ્મપુત્ર નદી ઉપર ૯.૧૫ કિ.મી. લાંબા બ્રીજને વડાપ્રધાન મોદી ૨૬મીએ ખુલ્લો મુકશે

નદી ઉપર બંધાયેલો ભારતનો સૌથી લાંબો બ્રીજ જે ૬૦ ટનની બેટલ ટેન્ક લઇ જવા સક્ષમ છે તે આગામી તા.૨૬ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ચીન બોર્ડર નજીક આસામમાં ખુલ્લો મુકાશે.

આ બ્રીજને ધોલા-સદીયા બ્રીજ તરીકે ઓળખવામાં આવે છે. જે બ્રહ્મપુત્ર નદી પર બાંધવામાં આવેલ છે. બ્રીજની લંબાઇ ૯.૧૫ કિ.મી.ની છે. નોર્થઇસ્ટમાં ચીનની બોર્ડરના રક્ષણ માટે આ બ્રીજને મહત્વનો ગણવામાં આવે છે. સીનો-ઇન્ડિયન બોર્ડર નજીક ભારેખમ ટેન્ક પહોંચાડવા આ બ્રીજ અગત્યનો રહેશે. હાલના મુંબઇમાં બાન્દ્રા-વર્લી સી લીન્કથી આ બ્રીજ ૩.૫૫ કિ.મી. લાંબો છે. સરહદી વિસ્તારમાં સૈન્યની તાકાત વધારવા માટે કનેકટીવીટી જ‚રી હોવાથી આસામ અને અ‚ણાચલ પ્રદેશમાં મહત્વના પ્રોજેક્ટ સરકારે શ‚ કર્યા છે. આ બ્રીજનું કામ ૨૦૧૧માં શ‚ થયું હતું. બ્રીજ બાંધવાનો ખર્ચ ૯૫૦ કરોડ થયો છે. આ બ્રીજ આસામના પાટનગર ડિસપુરથી ૫૪૦ કિ.મી. અને અ‚ણાચલ પ્રદેશના પાટનગર ઇટાનગરથી ૩૦૦ કિ.મી. દુર છે અને ચીનની બોર્ડરથી ૧૦૦ કિ.મી. દૂર છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.