Abtak Media Google News
  • પીસીબી અને એસોજીને  મોટી સફળતા મળી
  •  ચારેય ઈસમ પાસેથી 138 સીમકાર્ડ જપ્ત કરાયા 

સુરત ન્યૂઝ : સુરત પીસીબી અને એસોજીને  મોટી સફળતા મળી છે . ગેરકાયદેસર રીતે એક્ટિવ કરેલા મોબાઈલ સીમકાર્ડ સાથે ચાર ઈસમો ને ઝડપી પાડવામાં આવ્યા છે . ચારેય ઈસમ પાસેથી 138 સીમકાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે .  એસઓજી અને પીસીબી ની ટીમે સના મીલ ભેસ્તાન પાસે વોચ ગોઠવીને અફઝલ વ્હોરા અને આદિલ વ્હોરા નામના ઇસને ઝડપી પાડ્યા છે . તેમની પાસેથી 101 સીમકાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે .

Advertisement

આ ઉપરાંત આરોપીની પૂછપરછ બાદ સીમકાર્ડની ડીલેવરી આપવા આવેલા અન્ય બે સમૂહ પણ ઝડપાયા છે . શાંતિનગર સાઈબાબા મંદિર પાસેથી આરીફ સૈયદ અને મોહમ્મદ ફારુક મેમણની ધરપકડ કરાઇ છે . આ બંને પાસેથી 37 પ્રિ-એક્ટિવ સીમકાર્ડ કબજે કરવામાં આવ્યા છે .  સમગ્ર મામલે ભેસ્તાન પોલીસે જાણવા જોગ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે .

ભાવેશ ઉપાધ્યાય 

 

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.