Abtak Media Google News

ત્રણ પોલીસ કર્મીઓ પર ગંભીર આક્ષેપ બાદ હવે કાર્યવાહી કરવા માંગ

ધ્રાગધ્રા પંથકમા ચાલતી અસામાજીક પ્રવૃતિને લઇને હવે ગ્રામ્ય પંથકના રહિશો ત્રસ્ત થયા છે ત્યારે ધ્રાગધ્રા પંથકમા ચાલતી અસામાજીક પ્રવૃતિને લઇને રહિશો દ્વારા વારંવાર તાલુકા પોલીસને રજુવાત કરવા છતા પણ સ્થાનિક પોલીસ દ્વારા કોઇપણ જાતની કાર્યવાહી કરાતી ન હોવાનો પણ આક્ષેપ કરાતા હવે પોલીસ દ્વારા અસામાજીક પ્રવૃતિને છુટોદોર આપતા ગ્રામ્ય વિસ્તારોના રહિશો દ્વારા ન છુટકે ડે.કલેક્ટરને આવેદન આપી તાલુકાના પોલીસકર્મીઓ પર હપ્તા લઇને દારુ, જુગાર તથા ગેરકાયદેસર ખનન ચલાવાતો હોવાનો આક્ષેપ કરાયો છે. ભારતીય જનતા પાર્ટીના ગ્રામ્ય પ્રમુખ ઘનશ્યામભાઇ ઠાકોર દ્વારા ધ્રાગધ્રા તાલુકા પોલીસ વિરુધ્ધ ગ્રામ્યના રહિશો એકઠા થઇ નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યુ હતુ. જે આવેદનપત્રમા સ્પષ્ટપણે ધ્રાગધ્રા તાલુકાના એ.એસ.આઇ ગજેન્દ્રસિંહ ઝાલા, ધર્મેંન્દ્રસિંહ ઝાલા તથા કોન્સ્ટેબલ ઇન્દુભા રાઠોડ વિરુધ્ધ હપ્તાખોરી કરી સફેદમાટી, દારુ તથા જુગારની પરમિશનો આપતા હોય અને જીલ્લાની બ્રાન્ચો દ્વારા આ પોલીસકર્મીઓના વિસ્તારમા દરોડા કરતા તેઓની રાજકીય વગના લીધે પોતાની બદલી રોકાવી દેતા છેલ્લા ૧૦ વર્ષથી સરકારી નિયમો વિરુધ્ધ ધ્રાગધ્રા સીટી તથા તાલુકા પોલીસ સ્ટેશનમા અરસ-પરસ બદલી કરાવતા હોવાનો આક્ષેપ કરાયો હતો. ધ્રાગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ ઝાલા, ધમેઁન્દ્રસિંહ ઝાલા તથા કોન્ટેબલ ઇન્દુભા રાઠોડ વિરુધ્ધ આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામા ગ્રામ્યજનો એકઠા થતા સ્પષ્ટરીતે આ ત્રણેય પોલીસકર્મીઓ વિરુધ્ધનો રોષ જોવા મળતો હતો. ત્યારે હવે જોવાનુ રહ્યુ કે આ ત્રણેય પોલીસકર્મીઓ પર ગંભીર આક્ષેપ બાદ તેઓ પર કાર્યવાહી થશે કે પછી ફરીથો પોલીસકર્મીઓ પોતાની રાજકીય વગ ધરાવીને પોતાની હપ્તાખોરી ચાલુ રાખશે. ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.