Abtak Media Google News

મૂળી તાલુકામાં દારૂની પરમીશન હોય તેમ ખૂલ્લેઆમ દારૂનું વેચાણ થઇ રહ્યું છે.ત્યારે આવી રીતે રહેણાંક વિસ્તારમાંથી પોલીસે કડબમાં સંતડાયેલા દારૂ પકડી પાડયો છે. જેમાં ઇંગ્લીશ દારૂ તેમજ બિયર સહિત રૂપિયા ૧૭૪૦૦/- નો મુદામાલ જપ્ત કર્યો હતો.

મૂળી તાલુકામાં કેટલાક સમયથી જાણે ગુનેગારો અને બુટલેગરોને છુટો દોર મળી ગયો હોય તેમ દિવસેને દિવસે ગેરપ્રવૃતિઓ સામે આવે છે. ત્યારે હજુ મૂળીમાંથી ખચોખચ ભરેલી દારૂની કાર ઝડપાવી શાહી સુકાઇ નથી ત્યાં ફરી દારૂ ઝડપાતા જાણે મૂળી દારૂડિયાનું હબ બની ગયાનો ધાટ સર્જાયો છે. અંગે મૂળી પોલીસ મથકેથી મળતી માંહિતી મુંજબ મૂળી પોલીસ મથકમાં ફરજ બજાવતા શૈલેષભાઇ મહેતાને ખાનગી બાતમી મળી હતી કે મૂળી રહેણાંક વિસ્તારમાં દારૂનું વેચાણ થઇ રહ્યું છે. ત્યારે સ્ટાફનાં રણજીતસિંહમોરી, નરેન્દ્રસિંહ મેરૂભાઇ સહિતનાંઓએ મૂળીનાં ત્રિકમપરા વિસ્તારમાં મૂળ ધાંગધ્રા નાં જીવા ગામનાં અને હાલ મૂળી રહેતા પ્રદિપસિંહ ઉર્ફે પદુ હરદેવસિંહ ઝાલાનાં રહેણાંક મકાનમાં પોલીસે રેડ કરી હતી જેમાં પોલીસે કડબમાં સંતાડેલી ઇંગ્લીશ દારૂની પાંચ અલગ અલગ કંપનીની બોટલ ૩૪ તેમજ બીયર ૪૦ સહિત રૂપિયા ૧૭૬૦૦ /- નો મુદ્દા માલ કબ્જે કર્યો હતો. બનાવની વધુ તપાસ એસ આઇ એસ.ડી.મહેતા ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.