Abtak Media Google News

કેમિકલ પ્રોડકટથી થતી એલજીને અટકાવતા પ્રાકૃતિક વિકલ્પો

બદલતી મૌસમ દોડભાગની જીંદગી અને ઢગલાબંધ કેમીકલ પ્રોકડટની જરુરીયાતને કારણે લોકોમાં એલજીનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે. કેટલીક વખત લોકોને એલજી તો હોય છે પરંતુ તેને આપણે ઓળખી શકતા નથી જેને લઇ માથાનો દુખાવો, શરદી છીંકની સમસ્યા અને તાવ જેવી બિમારીઓ ઘર કરી લેતી હોય છે. તેથી સૌ પ્રથમ તો એલજીને ઓળખવી ખુબ જ જરુરી છે.

ઘણી વખત મહીલાઓને કિચન, કલીનર કેમીકલ્સથી એલજીની તકલીફ રહેતી હોય છે. ત્યારે ટાયનીસ્ટેજ ફલોર કલીનર જેવા પ્રોડકટસનો ઉપયોગ કરી શકાય જે ટી ટી ઓઇલ, વાઇટ વિનેગર અને બેકીંગ સોડા જેવા પર્દાથોમાંથી બને છે. તો મોસમ બદલતાની સાથે જ છીંક ઉઘરસ શરુ થઇ જતી હોય છે. પરંતુ સીઝન બદલવાની શરુઆત થાય અને તમને એલજીનો અહેસાસ થાય ત્યાં સુધી વાંટ જોવી શાણપણ નથી. તેની પૂર્વ તૈયારીના ભાગરુપે માથાના દુ:ખાવામાં તમે બામનો ઉપયોગ કરી શકો છો જો તમને નસકોરીની સમસ્યા હોય તો એલજીની ખાતરી ડોકટર વીઝીટ દ્વારા કરી લેવી. નસકોરીને લગતી તકલીફ માટે મીઠાવાળા પાણીના ઉપયોગથી વોશ કરી શકાય. કારણ કે તેનાથી સાયનસના લક્ષણો પણ દર્શાય છે.

જો દૂરથી પ્રવાસ કરીને આવ્યા હોય તો ઉંઘ પહેલા સ્નાન લેવાનું રાખો, તેથી ઉંઘ પણ સારી આવશે જો તમને ઠંડીના હવા, એ.સી.ની હવાને કારણે માથાનો દુખાવો રહેતો હોય તો બાયોગ્રેડેબલ નેચરલ પ્રોડકટ જેમ કે તેલ અને શેમ્યુનો ઉપયોગ કરો. આમ તો એલજી સામાન્ય બાબત છે પરંતુ લાંબા સમયે તે શરીરને નુકશાન પહોચાડે છે.

એલર્જીથી બચવું છે?

જયારે એલજીની સમસ્યા હોય ત્યારે આપણે હેલ્થી ફિલ નથી કરતા અને તે પછી કોઇ ટીપ હોય કે તહેવાર તેને એન્જોય કરી શકતા નથી. હવે એલજીથી છુટકારો મેળવવા ટેમ્પરરી તો ઇલાજો હોય છે પરંતુ તેના કાયમી ઉપચાર માટે શરીરની રોગ પ્રતિકારક શકિત સુધારવી ખુબ જ જરુરી છે. જયારે એલજી થાય ત્યારે શરીરમાં એન્ટ્રીબીડીઝના તત્વો ફેલાય છે. જો આપણે રોગ પ્રતિકારક શકિત મજબુત હશે તો ગમે તે બિમારીઓનો સામનો કરી શકશે. ઇમ્યુનીટી સિસ્ટમ મજબુત કરવા માટે તમે વિવિધ ખોરાક અને ઓગેનીક ગ્રીન ટી લઇ શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.