Abtak Media Google News

જૂની નોટો ઠેકાણે પાડવા મોટા માથાઓએ કરોડો ‚પિયાના હવાલા પાડ્યા હતા

આયકર વિભાગની ટીમે છ રાજ્યોમાં ૪૦૦ી વધુ બેનામી સોદાની વિગતો શોધી કાઢી રૂપિયા ૬૦૦ કરોડની મિલકો ટાંચમાં લીધી છે જેમાં ગુજરાતના પણ મોટા માાઓનો સમાવેશ ાય છે. આ સર્ચ છ મહિનાી ચાલતું હોવાનું આયકર વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે. જોકે આ પ્રમ તબક્કાની કાર્યવાહી છે. આગામી દિવસોમાં હજારો કરોડની મિલકતો ટાંચમાં લેવાશે. જેમાં પણ ગુજરાત અવ્વલ રહે તેવી સંભાવના છે.

હાલ બેનામી વ્યવહાર નિષેધ સંશોધન ધારા અંતર્ગત આયકર વિભાગે આવા વ્યવહારોની તલાશ શરૂ કરી છે. ગુજરાત ઉપરાંત મુંબઇ. દિલ્હી રાજસન તા કોલકત્તામાં પણ આ ધારા અંતર્ગત ફરિયાદો નોંધાઇ છે. જેની તપાસ ચાલી રહી છે. નોટબંધી બાદ અમદાવાદ આયકર વિભાગના અધિકારીઓએ ચાર શરાફોની ઓફીસો પર સર્ચ કર્યું હતું. જેમાં અંદાજે એક હજાર કરોડના હવાલા પાડવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી હતી. આ હવાલામાં આખે આખી ક્ધસ્ટ્રક્શન સાઇટોના હવાલા પાડી દેવામાં આવ્યા હતા.

આ તમામ વિગતો અમદાવાદ આયકર વિભાગના અધિકારીઓ પાસે તૈયાર જ છે. આગામી દિવસોમાં આ તમામ સૌદાઓને આધારે કરોડો રૂપિયાની મિલકતો તો માત્ર ગુજરાતમાં જ ટાંચમાં લેવાશે. આ ઉપરાંત મહેસાણાના એક જમાન દલાલને ત્યાં આયકર વિભાગે સર્ચ કરીને જમીન દલાલે મોટા જ્વેલર્સ અને અન્ય મોટા માાઓના કરોડો રૂપિયાનું જમીનોમાં ઇન્વેસ્ટ કરાવ્યું હતું. જે તમામ વિગતો પણ આયકર વિભાગ પાસે તૈયાર હોવાી આ કેસમાં પણ બેનામી વ્યવહાર નિષેધ ધારા અંતર્ગત કાર્યવાહી વાની પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે.

સરકારે દેશમાંી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા અને કાળૂં નાણૂં બહાર લાવવાના હેતુસર  ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો રદ કરી દીધી હતી. હવે જે લોકો પાસે મોટા પ્રમાણમાં રદ યેલી નોટો હતી. તેમણે નોટો ઠેકાણે પાડવા માટે કરોડો રૂપિયાના હવાલા પાડી દીધા હતા. જેમાં મિલકતો અને ઝવેરાતોની ખરીદી ઇ હતી. આ તમામ સોદાઓની કોઇ જ એન્ટ્રીઓ ઇ જ ની. આયકર વિભાગના સિનિયર ઓફિસરોના જણાવ્યા મુજબ આ નોટબંધી દરમિયાન એકાદ લાખ કરોડના જ બેનાની સૌદાઓ યા હોવાની વાતનો અસ્વિકાર કરી શકાય જ નહિ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.