Abtak Media Google News

કોંગ્રેસના ટેકેદાર ગણાતા દિનેશ પ્રતાપસિંઘે ભાજપના કેસરીયો ખેસ ધારણ કરી લીધા બાદ ગાંધી પરિવાર સામે વિરોધી મોરચો ખોલ્યો

રાયબરેલીમાં છેલ્લા એક દાયકાથી સોનિયાના પ્રખર સમર્થક દિનેશ પ્રતાપસિંહ સોનિયા ગાંધીના મત વિસ્તાર રાયબરેલીમાં સોનિયા ગાંધીને ૨૦૦૯ અને ૨૦૧૪ની ચૂંટણીમાં ખુબ સારી રીતે મદદરૂપ થયા હતા તે બંનેભાઈઓ સોનિયા ગાંધી સામે રાજકીય મોરચે લડી લેવા મેદાનમાં આવ્યા છે.

ભાજપના સમર્થક બનેલા દિનેશ તેના ભાઈને મદદરૂપ થવા મેદાને આવ્યા બાદ જણાવ્યું હતુ કે ‘અમે પાંડવ છીએ અને કુરૂક્ષેત્ર જીતશું આ લડાઈ હવે મોટા કામ વાળા અને મોટા નામવાળા વિરૂધ્ધની બની ગઈ છે હું ત્રણ મુદે લડત આપીશુ રાયબરેલીકા સ્વાભિમાન, રાયબરેલીકા નૌ જવાન, અને રાયબરેલીકા કિશાન આ ત્રણેય મુદા સોનિયા ગાંધી દ્વારા સતત અવગણવામાં આવી રહ્યા છે. દિનેશે જણાવ્યું હતુ કે નરેન્દ્ર મોદીના નામદાર અને કામદારના જંગમાં રાયબરેલીમાંક્રાંતી સર્જવા તેમણે મકકમ નિરધાર ર્કો છે.

સોનિયા ગાંધીના એક સમયનાં ટેકેદાર દિનેશે ગયા વર્ષે જ કેસરીયા બ્રિગ્રેડના અમીતશાહે યોજેલી સભામાં હાજરી આપીને કેસરી ખેસ ધારણ કર્યો હતો. દિનેશનાભાઈ રાકેશસીંગ હરચંદપુરની બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્યતરીકે ચૂંટાયા હતા. તે પણ ભાજપમાં જોડાય ગયા છે. આ પરિવાર બાંધકામ, સીમેન્ટ ફેકટરી, ફલોરમીલ જેવા ધંધામાં સંકળાયેલા છે. દિનેશસીંગની નારાજગી ત્યારે ભહકી ઉઠી હતી જયારે કોંગ્રેસે સોનિયા ગાંધીની પુત્રી પ્રિયંકાને ઉત્તરપ્રદેશમાં ખૂબ મોટી જવાબદારી સોંપવા માટે પસંદ કરી હતી દિનેશ વર્ષોથી સોનિયા ગાંધીના ખૂબજ નજીકના ટેકેદાર તરીકે કામ કરી ચૂકયા છે.

રાયબરેલીમાં આ વખતે મુસ્લીમ સમુદાય શિયા અને સુન્નીઓએ સાથે મળીને ભાજપમાં જોડાવાનુંનકકી કર્યું છે. હું સુન્ની છું પણ હું માનુ છુ કે નરેન્દ્રમોદીના ત્રીપલ તલ્લાકનું અભિયાન મહિલાઓની અધિકારોને રક્ષીત કરવા માટે જરૂરી છે. હું આ સરકાર સાથે છું અને ગાંધી પરિવારના પરિવારવાદ સામે લડત આપીશ તેમ ડો. મુસ્લીમે જણાવ્યું હતુ આ રાયબરેલીમાં સોનિયા ગાંધીના ટેકેદારો એક પછી એક ભાજપમાં જોડાઈ રહ્યા છે.

અમેઠી અને રાયબરેલી ગાંધી પરિવારની પોતાની બેઠકો ગણવામા આવી રહી છે. દરમ્યાન રાહુલ ગાંધી મુસ્લીમ બહુમતી વાળા વાયનાડ વિસ્તારમાંથી ચૂંટણી લડવાનું નકકી કર્યું છે. અને રાયબરેલી અને અમેઠીમાંથી તેમના જુના ટેકેદારો ભાજપમાં ભળી ગયા છે તે કોંગ્રેસ માટે આંગણામાંજ હોળી જેવી ચિંતાનું કારણ બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.