Abtak Media Google News

Table of Contents

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં પંદર વર્ષ સુધી સભ્ય અને રાજકોટ બાર એસોસિએશનમાં અનેક વખત પ્રમુખ પદે રહી ચુકેલા ધારાશાસ્ત્રી દફતરી સિનિયર અને જૂનિયર વકીલો માટે પ્રેરણાસ્ત્રોત સમાન

ડો.મધુબેન ખૂન કેસ, સુલતાનપુર હત્યાકાંડ, સ્વામી કેશવાનંદ દુષ્કર્મ કેસ, રેખા જાડેજા હત્યા કેસ, શશીકાંત માળી અને અમદાવાદ પોલીસ કમિશનર પી.કે.દત્તા સામેના મર્ડર કેસના જેવા ચકચારી કેસમાં મહત્વની સફળતા

સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્રિમીનલ અને સિવિલ પ્રેકટીશમાં આગવી ઓળખ

દફતરી પરિવારમાં છેલ્લા ૧૧ વર્ષથી દાદા-પૌત્રીના જન્મ દિવસની એક સાથે ઉજવણી

સૌરાષ્ટ્ર-કચ્છના નામાંકિત એડવોકેટ અને જૈન શ્રેષ્ટી નિરંજનભાઇ દફતરીનો આજે જન્મ દિવસ છે. ૫ એપ્રિલ એટલે દફતરી પરિવાર માટે બેવડી ખુશીનો પ્રસંગ નિરંજન દફતરીની પૌત્રી કેયા પથિક દફતરીનો પણ આજે જન્મ દિવસ છે. દાદાએ વકીલાત ક્ષેત્રે અને પૌત્રી કેયાએ સંગીત ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવી પોતાની આગળવી ઓળખ બનાવી છે.

Copy Of Img 20190403 Wa0013

સિવિલ અને ક્રિમિનલ ક્ષેત્રે વકીલાતમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ-કચ્છમાં બચાવ પક્ષે લડત આપી કાનૂની જંગ જીતવાની મહત્વની સફળતા હાંસલ કરનાર નિરંજનભાઇ દફતરી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રશંસનીય સેવા આપી છે તે રીતે ૧૫ વર્ષ સુધી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં સભ્ય તરીકે અને રાજકોટ બાર એસોસિએશનમાં અનેક વખત પ્રમુખ તરીકે પ્રશંસનીય સેવા આપી છે.

નિરંજનભાઇ દફતરીના પુત્ર ભાવિક અને પથિક તેમજ તેમની પુત્રવધૂ પણ એડવોકેટ હોવાથી રાજકોટમાં દફતરી પરિવાર વકીલ પરિવાર તરીકે ઓળખ બનાવી સિનિયર અને જુનિયર વકીલો માટે પ્રેરણાસ્ત્રોત સમાન નિરંજનભાઇ દફતરી અન્ય એડવોકેટોને આગળ વધવા માટે સતત ઉપયોગી બન્યા છે. તેમની છત્રછાયામાં ચુનંદા એડવોકેટ તૈયાર થયા છે.

રાજકોટ ઉપરાંત નવસારી, ભરૂચ, અમરેલી, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભૂજ અને પોરબંદર સહિતના અનેક શહેરોની કોર્ટમાં છેલ્લા ૫૫ વર્ષ દરમિયાન અટપટા અને ચેલેન્જીગ કેસમાં બચાવ પક્ષે મહત્વની સફળતા હાંસલ કરી છે. તેઓએ રાજકોટના ડો.મધુબેન ખૂન કેસ, સુલતાનપુર હત્યાકાંડ, અમદાવાદ પોલીસ કમિશનર પી.કે.દત્તા સામે  મર્ડર કેસ, દ્વારકા આશ્રમના સ્વામી કેશવાનંદ સામે દુષ્કર્મ કેસ, પુર્વ ધારાસભ્ય સંતોકબેન જાડેજાના પુત્રવધુ રેખા જાડેજા હત્યા કેસ અને શશીકાંત માળી કેસમાં પોતાના આગવા વિઝન સાથે ઉકેલી જબરી માસ્તરી સાથે જીત મેળવી આગવી ઓળખ બનાવી છે.

ગોંડલ તાલુકાના સુલતાનપુરમાં ૨૦ વર્ષ પહેલાં પટેલ અને આહિર પરિવાર વચ્ચે ચાલતી અદાવતના કારણે જેતપુરના નવાગઢ નજીક એક સાથે ચાર પટેલની થયેલી હત્યા કેસમાં નિરંજનભાઇ દફતરીએ નવ વ્યક્તિ સામે નોંધાયેલા કેસમાં બચાવ પક્ષે તેઓની હાજરી અંગે મહત્વનો પુરાવો રજુ કર્યો હતો.

નવ શખ્સો પૈકી બે શખ્સો બનાવ સમયે અમદાવાદ સાબરમતી જેલમાં સંબંધીને મળવા ગયા હોવાનું ઓન રેકર્ડ સાબીત કર્યુ હતી તે રીતે નજરે જોનાર સાહેદો પણ બનાવ સમયે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં હોવાનું સાબીત કરી તમામ આરોપીઓને ચાર વ્યક્તિની હત્યા જેવા ગંભીર ગુનામાં સંડોવવામાં આવ્યાની કરેલી ધારદાર દલિલને અદાલતે ગ્રાહ્ય રાખી તમામનો નિર્દોષ છુટકારો કર્યો હતો.

ગુનેગારો માટે કડક અધિકારીની છાપ ધરાવતા પોલીસ કમિશનર પી.કે.દત્તા સામે અમદાવાદ ફરજ દરમિયાન થયેલા મર્ડર કેસમાં ચીમનલાલ નાગરદાસ શાહની સાથે એડવોકેટ તરીકે નિરંજનભાઇ દફતરી જોડાયા હતા ડોકટર અને ફાયર આર્મ એકસપર્ટની ઉલટ તપાસ કરી જીત મેળવી હતી ત્યારે પોલીસ કમિશનર પી.કે.દત્તાએ નિરંજન દફતરીની પીઠ થાબડી પોતે ખરેખર એક હોશિયાર વકીલને પોતાના બચાવ માટે રોકયા હોવાનું જાહેરમાં જણાવ્યું હતું.

રાજકોટના ચકચારી ડો.મધુબેન ખૂન કેસમાં પણ શંકાના ડાયરામાં રહેલા મૃતકના બહેન અને બનેવીને એક પણ દિવસની પોલીસ કસ્ટડી મળવા દીધી ન હતી તેમજ અદાલતમાં સુનાવણીમાં પણ મહત્વના કાનૂની મુદા રજુ કરી નિર્દોષ છોડાવી મહત્વની જીત મેળવી હતી. છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોચેલા ડો.મધુબેન હત્યા કેસમાં હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા બાદ બંને શકદારોની વકીલની હાજરીમાં પૂછપરછ કરવી સહિતના મહત્વના અદાલતના હુકમના કારણે શકદારોએ પોલીસ કસ્ટડીમાં જવુ પડયુ ન હતુ આ સમગ્ર ઘટના ભારતના અત્યાર સુધીની ઘટનામાં સૌપ્રથમ હતી અને ત્યાર બાદ પણ આવું કયારેય બન્યુ ન હતું. સુનાવણીમાં પણ હથિયાર કબ્જે કરવામાં પોલીસ નિષ્ફળ રહ્યાનું સાબીત કરી નિર્દોષ છોડાવ્યા હતા.

દ્વારકા નજીક આવેલા આશ્રમના સ્વામી કેશવાનંદ સામે દુષ્કર્મના જુદા જુદા છ જેટલા કેસ નોધાતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચી ગઇ હતી તેમનો કેસ નિરંજનભાઇ દફતરીએ સંભાળી પાંચ કેસમાં સેશન્સ કોર્ટમાં અને એક કેસમાં હાઇકોર્ટમાં જીત મેળવી નિર્દોષ છોડાવ્યા હતા. જ્યારે શશીકાંત માળીના કેસમાં કોઇ પણ જાતની ફી લીધા વિના જ કેસ લડી માનવતાનું ઉતમ ઉદારણ પુરૂ પાડયું હતું. શશીકાંત માળીએ એડવોકેટ હસુભાઇ દવેના પિતા, ભાભી અને નાની બાળકીની હત્યા કેસમાં રાજકોટના કોઇ એડવોકેટ લડવા તૈયાર ન હોવાથી કેસ અન્ય જિલ્લાની કોર્ટમાં ચાલે તેમ હોવાથી રાજકોટમાં જ કેસની સુનાવણી થાય તે માટે નિરંજનભાઇ દફતરીએ કેસ લડયા ત્યારે શશીકાંત માળીને ફાંસી થઇ હોવા છતાં તેને એડવોકેટ નિરંજનભાઇ દફતરીની માફી માગી હતી.

દાદાની જેમ પૌત્રી કેયા પથિકભાઇ દફતરીએ પણ સંગીત ક્ષેત્રે આગવી ઓળખ બનાવી છે. એસએનકે સ્કૂલમાં સાતમાં ધોરણમાં અભ્યાસ કરતી કેયા દફતરી આઇડોલમાં પ્રથમ વખત ભાગ લઇ ફાઇનલ રાઉન્ડ સુધી પહોચી એસએનકે અને દફતરી પરિવારનું ગૌરવ વધાયું છે. કેયાને સંગીત ક્ષેત્રે આગળ વધવામાં એસએનકે સ્કુલ દ્વારા પ્લેટ ફોમ પુરૂ પાડવામાં આવ્યુ છે તેમજ પલાસ ધોળકીયા પાસે સંગીતની તાલીમ લે છે.

એડવોકેટ નિરંજનભાઇ દફતરીની કાનૂની વિદ્રતાનો લાભ લોકોને વધુને વધુમળતો રહે અને કેયા સંગીત ક્ષેત્રે વધુ સફળતા હાંસલ કરે તેવી અબતક પરિવાર દ્વારા શતમ જીવ શરદ:ની શુભેચ્છા પાઠવી છે. તેમના મોબાઇલ નંબર ૯૮૨૫૦ ૭૭૦૦૬ પર સગા-સંબંધીઓ દ્વારા શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે.

નિરંજનભાઈ દફતરી કર્મનિષ્ઠ વકીલ છે તેઓના હૃદયમાં ધબકે છે વકીલાત: અભયભાઈ ભારદ્વાજ

Vlcsnap 2019 04 05 09H47M57S3 1

નિરંજનભાઈ દફતરીના જન્મદિવસ નિમિતે અભયભાઈ ભારદ્વાજ દ્વારા અબતક સાથે કરવામાં આવેલી વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, નિરંજનભાઈ દફતરી એક કર્મનિષ્ઠ વકીલ હતા. તેઓ કોઈપણ ક્ષણે વકીલોની તકલીફો જોઈ ન શકતા અને તેમનું કઈ રીતે નિરાકરણ કરવું તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા. હાલ નિરંજનભાઈ દફતરી જેવા વકિલ મળવા ખુબ જ મુશ્કેલ છે. કારણકે તેમના માટે કામ અને તેમના સાથી ખુબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા. વધુમાં અભયભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે, નિરંજનભાઈ હરહંમેશ કહેતા કે, તેમનું મૃત્યુ ત્યારે થાય જયારે તે કોર્ટમાં હોય. એટલે આનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે, આ પ્રકારના કર્મનિષ્ઠ વકીલોના કારણે વકિલાત જીવતું રહ્યું છે. ભગવાન તેમને દિર્ઘાયુ કરે તેવી પ્રાર્થના તેમના દ્વારા કરવામાં આવી હતી.

ગુજરાતના વકિલો માટે નિરંજનભાઈ એક અનમોલ રત્ન: કમલેશભાઈ શાહ

Vlcsnap 2019 04 05 09H48M40S190

કમલેશભાઈ શાહે અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, નિરંજનભાઈ દફતરી એક એવું અનમોલ રત્ન છે કે જેની તુલના કદી ન થઈ શકે. નિરંજનભાઈ દ્વારા તેમના અસીલો પ્રત્યે કેટલો સંબંધ રાખવો તે બખુબી રીતે જાણતા હતા. તેઓ નિષ્પક્ષ વ્યકિતત્વ ધરાવે છે. જયારે તેઓ કોર્ટ પરીસરમાં હાજર હોય ત્યારે વકિલોમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળતો હોય છે પરંતુ હાલ તેઓ અસ્વસ્થ હોવાના કારણે તેઓ નિયમિત અંતરાળે કોર્ટ પરીસરમાં આવી નથી શકતા.

વધુમાં કમલેશભાઈ શાહે જણાવ્યું હતું કે, તેમના પિતાના ખુબ નજીકના મિત્ર હોવાથી નિરંજનભાઈ પણ તેમના પિતા સમાન છે. જેથી ભગવાન તેમને દિર્ઘાયુ પ્રદાન કરે અને તેમનું સ્વાસ્થ્ય ખુબ જ સારું કરે તેવી હરહંમેશ તેમના દ્વારા પ્રાર્થના કરવામાં આવે છે. નિરંજનભાઈ વિશે ગમે તેટલું કહેવું તે ઓછું જ છે.

દિગંત વ્યકિતત્વ એટલે નિરંજનભાઈ દફતરી: પ્રવિણભાઈ કોટેચાVlcsnap 2019 04 05 09H48M34S121C

વરીષ્ઠ અને નામાંકિત વકિલ પ્રવિણભાઈ કોટેચાએ નિરંજનભાઈ દફતરીના જન્મદિવસ પ્રસંગે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, નિરંજનભાઈ એક દિગંત વ્યકિતત્વ ધરાવે છે. તેઓની ઉંમર થતા પણ તેઓ પોતાના કાર્યમાં રોક નથી મુકી અને અનેક વખત તેઓ કોર્ટ પરીસરમાં આવતા હોય છે ત્યારે આ પ્રકારની નિષ્ઠા આજની યુવા પેઢીમાં પ્રચલિત થાય તેવું ઉદાહરણ પણ પુરુ
પાડે છે.

વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, નિરંજનભાઈ દફતરી પોતાના ૫૫ વર્ષના કાર્યકાળમાં અનેક એવા કેસો લડયા છે કે જે અન્ય વકીલો માટે ખુબ જ અઘરા હોય. ઉંમર થઈ હોવા છતાં પણ તેમની તર્ક શકિત ખુબ જ સારી છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, ભગવાન તેમને ખુબ જ સારું આયુષ્ય અને સ્વાસ્થ્યભર્યું જીવન આપે તેવી પ્રાર્થના.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.