Abtak Media Google News

શિખર ધવન સતત ત્રીજા મેચમાં નોંધાવી અર્ધ સદી: બન્યો મેન ઓફ ધ મેચ

આઈપીએલ-૨૦૧૯ની ૪૬મી મેચ દિલ્હી કેપીટલ્સ અને બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. જેમાં દિલ્હીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ દ્વારા ૨૦ ઓવરનાં અંતે ૫ વિકેટ ગુમાવી ૧૮૭ રન નોંધાવ્યા હતા. દિલ્હી કેપીટલ્સ માટે ઓપનર શિખર ધવને પોતાનું શાનદાર ફોમ જાળવી રાખતા સતત ત્રીજા મેચમાં અર્ધ સદી ફટકારી હતી. ધવને ૩૭ બોલની રમતમાં ૫ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૫૦ રન કર્યા હતા.

126

સુકાની શ્રેયસ અય્યર સાથે બીજી વિકેટ માટે ૬૮ રનની ભાગીદારી કરી હતી. અય્યરે પણ આઈપીએલમાં પોતાની ૧૩મી અર્ધ સદી ફટકારતા ૩૭ બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૫૨ રન કર્યા હતા. બેંગ્લોર માટે યજવેન્દ્ર ચહલે ૨ વિકેટ જયારે ઉમેશ યાદવ, વોશિંગ્ટન સુંદર અને નવદિપ સેનીએ એક-એક વિકેટ ઝડપી હતી. જવાબમાં ૧૮૮ રનનો પીછો કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ૨૦ ઓવરના અંતે ૭ વિકેટ ગુમાવી ૧૭૧ રન કર્યા હતા. બેંગ્લોર માટે પાર્થિવ પટેલે ખુબ જ સારી શરૂઆત આપતા ૨૦ બોલમાં ૩૯ રન કર્યા હતા. ત્યારબાદ વિરાટ કોહલી અને એબી ડિવિયલર્સે ટીમ માટે મોટું યોગદાન આપવામાં નિષ્ફળ નિવડયા હતા. દિલ્હી કેપીટલ્સ માટે રબાડા અને અમિત મિશ્રાએ બે-બે વિકેટ ઝડપી હતી જયારે ઈશાંત શર્મા, અક્ષર પટેલ, સેન ‚થરફડે એક-એક વિકેટ ઝડપી હતી. મેચ હારતાની સાથે જ આરસીબીનો પ્લે ઓફમાં પહોંચવાનું સપનું નિષ્ફળ નિવડયું હતું.

રસેલની વધુ એક ધમાકેદાર રમતથી કેકેઆરની પ્લે ઓફની આશા જીવંત

આઈપીએલની ૪૭મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના સુકાની રોહિત શર્માએ ટોસ જીતી પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં પ્રથમ બેટીંગ કરતા કેકેઆરે ૨૦ ઓવરનાં અંતે ૨ વિકેટ ગુમાવી ૨૩૨ રન નોંધાવ્યા હતા. નાઈટ રાઈડર્સે ૨૦૧૯ આઈપીએલ સીઝનનો સૌથી સર્વાધીક સ્કોર નોંધાવ્યો હતો. જેમાં આંધ્રે રસેલે ૪૦ બોલમાં ૮ છગ્ગા અને ૬ ચોગ્ગાની મદદથી નાબાદ ૮૦ રન નોંધાવ્યા હતા. કલકતાએ છેલ્લી ૩ ઓવરમાં ૫૫ રન કરી ટીમને મજબુત સ્થિતિમાં પહોંચાડી હતી. મુંબઈ માટે રાહુલ ચહલ અને હાર્દિક પંડયાએ એક-એક વિકેટ ઝડપી હતી. ૨૩૩ રનનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સ ૫૦ બોલમાં ૪ વિકેટ ગુમાવી ૫૮ રન કર્યા હતા. તેમણે બાકીનાં ૭૦ બોલમાં ૧૭૫ રનની જરૂર હતી તેમાં હાર્દિક પંડયાએ આઈપીએલ-૨૦૧૯ની સૌથી ઝડપી અર્ધ સદી ફટકારતા ૩૪ બોલમાં ૯૧ રન કર્યા હતા. આ ઈનીંગ્સમાં તેણે ૯ છગ્ગા અને ૬ ચોગ્ગા ફટકાર્યા હતા. ૯૧ રનમાંથી ૭૮ રન માત્ર ચોગ્ગા અને છગ્ગા થકી જ ફટકાર્યા હતા તેમ છતાં ટીમ ૩૪ રને હારી હતી ત્યારે કેકેઆર માટે પ્લે ઓફમાં પહોંચવાની પણ આશા જીવંત રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.