Abtak Media Google News

એકની અટક, અન્ય બેની ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી

જામનગરના લોહાણા ઉઘોગપતિ પરિવારમાં સર્જાયેલા મિલ્કતોના કાનુની વિવાદ દરમ્યાન વર્ષ ૨૦૧૭માં હાઇકોર્ટમાં થયેલી અરજીમાં હાઇકોર્ટના ડાયરેકશનના આધારે રાજકોટ સી.આઇ.ડી.ક્રાઇમે જામનગરના ઓશવાળ સમાજના અગ્રણી અને ઉઘોગપતિ પરિવારના જ એક સદસ્ય અને એક અન્ય વ્યકિત સામે કરોડોની કિંમતના એક પ્લોટના વેચાણ અંગે ચોકાવનારા આક્ષેપો સાથેની એફ.આઇ.આર. નોંધતા જામનગરની વેપારી આલમ અને ભદ્ર સમાજમાં ચકચાર વ્યાપી ગઇ છે.

રાજકોટ સીઆઇડી ક્રાઇમની કચેરી ખાતે વર્ષાબેન વિનોદરાય વસંતે માં આવેલા પોતાના નામના એક વિશાળ પ્લોટના વેચાણ સંબંધે પોતાના જેઠના દીકરા હેમલભાઇ વસંત, ઓશવાળ સમાજના અગ્રણી ઉઘોગપતિ રમણિકલાલ કેશવજીભાઇ શાહ અને કુણાલ મહેશભાઇ બુસા સામે આક્ષેપો કરી પોતાની ખોટી સહિથી પ્લોટના વેચાણના દસ્તાવેજો બનાવવામાં આવ્યા.

તેમજ બેંક વ્યવહારોમાં પણ અમુક વ્યવહારો તેઓની જાણ બહાર હોવાના આક્ષેપ સાથે ફરીયાદ નોંધાવ્યા બાદ સીઆઇડી ક્રાઇમ દ્વારા એક ત્રણેક આરોપીઓ ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ પ્રકરણમાં આરોપી એવા ઉઘોગપતિ રમણીકભાઇ કેશવજી શાહ (આર.કે. શાહ) દ્વારા ૧૮ તારીખે એફ.આઇ.આર. નોંધાય તે પહેલા તા.૧૦ મેના રોજ જ અત્રેની સેસન્સ કોર્ટમાં વસંત પરિવારના ફેમીલી ડીસ્પ્યુટમાં પોતે પ્લોટ ખરીદવા  ચેકથી વ્યવહારો કરેલા હોવા છતાં તેને આરોપી બનાવવામાં આવી રહ્યા હોવાની દહેશત વ્યકત કરીને આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી.

જે સામે આજે સુનાવણી દરમ્યાન સીઆઇડી ક્રાઇમે સોગંદનામું રજુ કર્યુ હતું. સરકારી વકીલ જમનભાઇ ભંડેરી અને ફરીયાદીના વકીલ રાજેશ ગોસાઇ દ્વારા અદાલતમાં વિસ્તૃત રજુઆત કરવામાં આવ્યા બાદ અદાલતે આ મામલો તા.રર ના બુધવારે હુકમ પર  રાખ્યો છે.સીઆઇડી ક્રાઇમમાં ગુનો નોંધાતાં કુણાલ બુસાની સીઆઇડી ક્રાઇમે અટક કરી છે જયારે હેમલભાઇ મહેશભાઇ વસંતે અત્રેની સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જેની સુનાવણી અદાલતે તા.ર૧ના રોજ રાખી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.