Abtak Media Google News

જામનગરમાં આવેલ એસ.ટી. ડેપોમાં હજારોની સંખ્યામાં મુસાફરોનું આવાગમન રહેતું હોય છે. અને આ ડેપો બંને જિલ્લાનું વડુ મથક છે. પરંતુ અનેક અસુવિધાઓથી મુસાફરો સહિત કર્મચારીઓ તોબા પોકારી ઉઠ્યા છે. ત્યારે એસ.ટી. ડેપોમાં જ ફાયર સેફટી વિહોણુ હોવાથી મુસાફરો રામ ભરોસે છે. અને કર્મચારીઓ સુરક્ષીત હોવાથી ગાંધારીની ભૂમિકામા રહેલા ઉચ્ચ અધિકારીઓ સામે રોષની લાગણી જન્મી છે.

Advertisement

એસ.ટી. ડેપોના પાછળના ભાગમાં આવેલા વર્કશોપમાં ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ મુસાફરોનું આવાગમન રહેતું હોય છે. ત્યાં આ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ગમે ત્યારે આગના બનાવ બને તો મુસાફરોની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠવા પામ્યા છે. એસ.ટી. ડેપો સામે પગલા લેવાશે ? એસ.ટી. ડેપોમાં જ ફાયરના સાધનો ન હોવાથી મુસાફરોની સુરક્ષાને લઈને સવાલો ઉઠવા પામ્યા છે. તો કલેકટર, કમિશનર દ્વારા જુદા જુદા ટયુશન કલાસમાં ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે. તો ડેપો સામે શું પગલા લેવાશે તેની સામે બુધ્ધિજીવીઓની નજર મંડાઈ છે.

સુરતમાં બનેલ ઘટનાના પગલે તમામ શહેરનું તંત્ર હરકતમાં આવી ફાયર સેફટીના મુદે ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરના એસ.ટી. ડેપોમાં રોજના હજારોની સંખ્યામાં મુસાફરોનું આવાગમન રહેતુ હોય છે. અને ત્યારે અનિચ્છનીય બનાવ બને તો મુસાફરોની સુરક્ષા શું ? તેવા અનેક સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે.

નવાઈની વાત એ છેકે, બંને જિલ્લાનું સંચાલન શહેરનાં એસ.ટી. ડેપોમાંથી કરવામાં આવે છે. અને ઉચ્ચ અધિકારીઓ હોવા છતા ડેપોમાં ફાયર સેફટીના સાધનો ન હોવાથી અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.