Abtak Media Google News

૬.૫ લાખ ભારતીયોની સુરક્ષા માટે કતારના પ્રશ્ર્નનો ઉકેલ લાવવા ભારતની ભલામણો

ગલ્ફ દેશોએ કતાર સામે મોરચો માંડયો છે. કતાર આતંકીઓને આશરો આપતું હોવાના અને આતંકીઓને સહાય પૂરું પાડતા હોવાની આશંકાને પગલે કતાર સો તમામ સંબંધો તોડી નાખવામાં આવ્યા છે અને કતારના રાજદ્વારીઓને પણ પરત મોકલી દેવામાં આવ્યા છે. કતારમાં અંદાજીત ૬.૫ લાખ ભારતીયો વસવાટ કરતા હોવાી ભારતની ચિંતામાં પણ વધારો યો છે અને કતારમાં રહેતા ભારતીયોની સુરક્ષા બાબતે વિદેશ મંત્રાલય દ્વારા પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

૬.૫ લાખ ભારતીયોની સુરક્ષા માટે હવે ભારતને નાછુટકે આતંકીઓને મદદ કરનારા કતારની તરફેણ કરવી પડે છે. ભારતે આ મજબૂરીના કારણે હવે સાઉદી દેશોને સમજણપૂર્વક કતારના મુદ્દાનો ઉકેલ લાવવા માટે અપીલ કરી છે. કતાર પર આતંકવાદને આશ્રય આપવાનો આરોપ છે. આ ઉપરાંત આતંકી પ્રવૃતિ માટે ફંડ પણ આપવામાં આવતું હોવાના આરોપો બાદ સાઉદી અરેબીયા, ઈજીપ્ત, યુએઈ અને બહેરીને કતાર સોના તમામ સંબંધો તોડી નાખ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, કતાર સહિતના સાઉદી દેશોમાં ભારતીયો વર્ષોી કામ કરે છે ત્યારે આ દેશોએ સનિક શાંતિ અને ર્આકિ વિકાસ માટે સમજણપૂર્વક કામ કરવું જોઈએ.

એક તરફ કતાર ઉપર ગંભીર આરોપો મુકવામાં આવ્યા છે તો બીજી તરફ કતારમાં વસતા ભારતીયોની સુરક્ષા માટે હવે નાછૂટકે આતંકી પ્રવૃતિમાં સામેલ દેશની તરફેણ કરવી પડે છે. વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ બાબતે પુરતી તપાસ કરી વાતચીત કર્યા બાદ જ સંબંધો તોડવા જેવો ગંભીર નિર્ણય લેવો જોઈએ. જેી જે તે દેશમાં વસતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.