Abtak Media Google News

જામનગર શહેર સહિત તાલુકા અને જિલ્લામાં લાંબા સમયથી આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે અને અને લોકો લાભ લઇ રહયા છે ત્યારે શહેરના ટાઉનહોલમાં બુધવારના સર્વર ડાઉન થઇ જતાં કામગીરી ઠપ્પ થઇ જતા શહેરીજનોમાં રોષની લાગણી જન્મી હતી અને થોડા અંશે બબાલના દ્રશ્યો સર્જાયા હતાં.

Advertisement

શહેરમાં ટાઉનહોલમાં લાંબા સમયથી આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે અને મોટી સંખ્યામાં લોકો કામગીરીનો લાભ લઇ રહયા છે પરંતુ અવાર-નવાર સર્વર ડાઉન થઇ જવું સહિતની સમસ્યાઓથી સવારથ સાંજ સુધી પોતાના બાળકો સાથે ઉભા રહેતા મહિલાઓ, વૃધ્ધો સહિતના તોબા પોકારી ઉઠયા છે તો અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરી લોકોને પડતી હાલાકીઓ દુર કરવા કાર્યવાહી કરવી જેાઇએ તેવું લોકોમાં ચર્ચાઇ રહયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.