Abtak Media Google News

સ્વચ્છ ભારત અભિયાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગ્લોબલ ગોલકીપર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને આ એવોર્ડ બિલ ગેટ્સના હસ્તે બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યો છે.

Advertisement

એવોર્ડ મળ્યા બાદ મોદીએ જણાવ્યું છેકે, ગત પાંચ વર્ષમાં 11 કરોડથી વધારે શૌચાલયનું નિર્માણ કરવામા આવ્યું છે. સ્વચ્છ ભારત અભિયાનથી મહિલાઓની ગરિમા વધી છે. અભિયાનથી ગરીબ અને મહિલાઓને લાભ થયો છે, તેમજ ગામોમાં રોજગારી મળી છે.

આ અવસરે ફાઉન્ડેશને કહ્યું કે આ અભિયાનથી ભારતમાં 50 કરોડ લોકોને સ્વચ્છતાની સુરક્ષા મળી છે. પ્રધાનમંત્રીએ આ એવોર્ડ મળ્યા બાદ બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો. મોદીએ કહ્યું કે આ સન્માન મારું નથી પરંતુ એ કરોડો ભારતીયોનું છે જેઓએ સ્વચ્છ ભારતના સંકલ્પને માત્ર સિદ્ધ જ નથી કર્યો, પરંતુ રોજબરોજની જિંદગીમાં સામેલ કર્યો છે.

મહાત્મા ગાંધીની 150મી જયંતી ઉપર મને આ એવોર્ડ મળવો વ્યક્તિગત રીતે પણ મહત્વપૂર્ણ છે. આ એ વાતની સાબિતી છે કે જો 130 કરોડ લોકો કોઈ એક સંકલ્પને પૂરો કરવામાં લાગી જાય તો કોઈપણ પડકાર ઉપર તેને હાસલ કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.