Abtak Media Google News

બે દિવસમાં મોબાઈલ ટાવર નહીં હટાવાય તો ભુખ હડતાલ પર ઉતરી જવાની કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાની ચીમકી

રાજકોટનાં વોર્ડ નં.૧૭માં આવેલ કોઠારીયા રોડ ઉપર આવેલી રાજલક્ષ્મી સોસાયટી શેરી નં.૧૫નાં ખૂણે સોમનાથ સ્કુલ જે સ્કુલનું બાંધકામ ૪ માળ હોય સ્કુલનાં છત પર ગેરકાયદેસર અને કોર્પોરેશનની મંજુરી લીધા વિના બીએસએનએલ ટાવર ફીટ કર્યા હોય જેના સ્થાનિક રહેવાસી દ્વારા વોર્ડનાં જાગૃત કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાને જાણ કરતા તેઓએ તથા લતાવાસીઓ કમિશનરને રૂબરૂ મુલાકાત કરી રજુઆત કરી આ ટાવરની મંજુરી છે કે નહીં તેની માહિતી લેતા આ ટાવરની કોર્પોરેશન દ્વારા મંજુરી આપેલ ન હતી છતાં આ ટાવર ફીટ કરી દીધો છે.

Advertisement

7537D2F3 9

મોબાઈલ ટાવરનું ખતરનાક રેડીએશન આજુબાજુનાં રહેવાસીઓ બાળકો ગંભીર નુકશાન થઇ શકે છે ટાવર ની ઉચાઇ ખુબ જ હોવાથી કુદરત આફત સમયે પણ આજુબાજુ ના વિસ્તારમાં મોટી દુર્ઘટના બને તો જવાબદારી કોણી રેહશે આ સ્કુલમાં આશરે ૩૦૦ વધુ બાળકો અભ્યાસ કરતા હોય તેની સાથે કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણી રેહશે સ્કૂલની અંદર તપાસ કરતા સ્કુલમાં કોઈ પણ જાતના ફાયરસેફ્ટીના સાધન નથી અને સ્કુલમાં બાળકો માટે સાયકલ પાર્કીગ નથી નિયમ મુજબ રમત-ગમત નું મેદાન નથી સ્કુલના રવેશમાં બાળકો માટે રમવા માટે જે જગ્યા છે તે જગ્યા પર જીઈબીની ૧૧ કે.વી ની લાઈન પસાર થતી હોય તેની બાજુમાં એક ફૂટના અંતરે બાળકો રમતા હોય અને સુરત જેવી કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદારી કોણી રેહશે આ બાબતે મહાનગરપાલિકાના કમિશ્નર સાથે વોર્ડના કોપોરેટર ઘનશ્યામસિંહ જાડેજા ઉગ્ર રજૂઆત કરી કમિશ્નરને ૨ દિવસમાં કોર્પોરેશન દ્વારા ટાવર દુર કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ભુખ હડતાલ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.